જૂનાગઢ : PM મોદીનું સ્વપ્ન સાકાર થવાની તૈયારીમાં, ગિરનાર રોપ-વેના લોકાર્પણની તારીખ નક્કી, વીડિયોમાં જુઓ તૈયારી

News18 Gujarati
Updated: October 14, 2020, 4:48 PM IST
જૂનાગઢ : PM મોદીનું સ્વપ્ન સાકાર થવાની તૈયારીમાં, ગિરનાર રોપ-વેના લોકાર્પણની તારીખ નક્કી, વીડિયોમાં જુઓ તૈયારી
જૂનાગઢ રોપની તસવીરો

વીડિયોમાં જુઓ એશિયાના સૌથી મોટા રોપવેર પ્રોજેક્ટમાં ગગનચૂંબી ગિરનાર પરથી કેવી રીતે ચાલશે ટ્રોલી, તૈયારીઓને આખરી ઓપ

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ : જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ગિરનાર રોપ-વેના (Girnar Ropeway) લોકાર્પણનો દિવસ નજીક આવી ગયો છે. આગામી 24મી ઑક્ટોબરને ગિરનાર રોપવેના લોકાર્પણની (Inauguration Of Girnar Ropeway) તારીખ નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીના (PM Modi) સ્વપ્નનો આ પ્રોજેક્ટ વર્ષો સુધી અટવાયા બાદ પૂરજોશમાં ચાલી રહ્યો હતો ત્યારે આગામી 24મી ઑક્ટોબરે ગિરનાર રોપૃવે પ્રોજેક્ટને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે (Girnar Ropeway Inauguration) તેવી માહિતી સામે આવી રહી છે. વડાપ્રધાન મોદી ગિરનાર રોપ-વે પ્રોજેકટનું ઇ લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે ગિરનારના અંબાજી સુધીનો આ રોપવે જૂનાગઢ - એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેકટ છે. અંબાજી સુધીનું અંતર જ 5000 કરતાં વધુ પગથિયાનું છે ત્યારે આ રોપવે એક બેંચ માર્ક સાબિત થશે.

હાલમાં ગિરનાર રોપ-વે માટે આવેલી ટ્રોલીનું ટ્રાયલ રોજ કરવામાં આવે છે. લોડ ટ્રાયલ સાથે એર વેન્ટિલેશન વગેરેનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. ગિરનાર રોપ-વેની ઊંચાઇ અને હવાના દબાણને ધ્યાનમાં રાખતા આ રોપ-વેની ટ્રોલી કાચ વાળી પેક રાખવામાં આવશે. રોપ-વેમાં સેફ્ટિની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને કોઈ હોનારત થાય તો રેસ્ક્યૂ માટેના કેટલાક પોઇન્ટ નક્કી કરવાં આવ્યા છે.

આ પણ વાંચો :  કચ્છ : તનિશ્કના શોરૂમ પર ભીડનો હલ્લાબોલ, મેનેજરે માફીપત્ર મૂકવો પડ્યો, ઘટનાનો Video વાયરલગિરનાર રોપવે માટે વર્ષો સુધી રાહ જોવામાં આવી હતી. રોપવેના પ્રથમ નક્કી કરાયેલા રૂટમાં ગિરનારી ગીધના માળા આવતા હોવાથી તે રૂટ પડતો મૂકવાની ફરજ પડી હતી. એક સમયે તો કેન્દ્રની યુપીએ સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિલાન્યાસ કરવામાં આવેલા પ્રોજેક્ટને પર્યાવરણની લીલી ઝંડી મળ્યા બાદ નવો રૂટ પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  જૂનાગઢ : 'જીવતા રહેવું હોય તો 50 લાખ આપી દેજે,'નામાંકિત તબીબ પાસે ખંડણી માંગનાર ઝડપાયો

નિયત સમય મુજબ ગત વર્ષે દિવાળીએ જ પ્રોજેક્ટ શરૂ કરવાની ગણતરી હતી પરંતુ ગિરનાર રોપવની ટેકિનિકલ ચેલેન્જીસ અને ત્યારબાદ કોરોના વાયરસના કારણે આવેલા લોકડાઉનના લીધે આ પ્રોજેક્ટ અટવાયા કર્યો હતો. જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ આગામી 24મી ઑક્ટોબરે આ રોપવે વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે.
Published by: Jay Mishra
First published: October 14, 2020, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading