એશિયાના સૌથી મોટા રોપ-વેનું PM મોદીના હસ્તે લોકાર્પણ, હવે 8 મિનિટમાં અંબાજી પહોંચી શકાશે

News18 Gujarati
Updated: October 24, 2020, 3:07 PM IST
એશિયાના સૌથી મોટા રોપ-વેનું PM મોદીના હસ્તે લોકાર્પણ, હવે 8 મિનિટમાં અંબાજી પહોંચી શકાશે
વડાપ્રધાન મોદીએ ગિરનાર રોપ-વેના ઉદ્ઘાટનમાં આડકતરી રીતે કૉગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

જૂનાગઢના ગિરનાર રોપવેની 2.3 કિલોમીટરની લંબાઈ, તળેટીથી અંબાજી સુધી 8 મિનિટમાં પહોંચી શકાશે. જાણો શું છે વિશેષતા, કેટલી હશે ટિકિટ

  • Share this:
જૂનાગઢ :  એશિયાના સૌથી ઊંચા અને લાંબા ગીરનાર રોપ વેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું. પી.એમ મોદીના ડ્રીમ પ્રોજકેટ ગીરનાર રોપવેનું પી.એમ મોદીએ દિલ્હીથી ઈ-લોકાર્પણ કર્યુ. જૂનાગઢમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા જ્યાંથી ગિરનાર રોપ-વેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ ખાતે આ રોપવે ઉષાબ્રેકો કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. હવે 2.3 કિલોમીટર લાંબા ગિરનાર પર અંબાજી સુધી જતા માત્ર 7 મિનિટ થશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આજે જે રોપવેની શરૂઆત થઈ તે ગિરનાર રોપવે જૂનાગઢ ખાતે રાજ્યનો ચોથો રોપ-વે છે. જો પહેલાની સરકારે હાડકાં ન નાખ્યા હોત તો આ રોપ-વેનો લાભ ખૂબ પહેલાં જ થઈ ગયું હોત. જ્યારે રાષ્ટ્રને સુવિધા આપનારા પ્રોજેક્ટ આટલા લાંબા સમય સુધી અટકી રહ્યો ન હોત તો તો લોકોને ખૂબ પહેલાં આ સુવિધાઓ મળી ગઈ હોત. આ રોપવે આસ્થાનું કેન્દ્ર અને ટુરિઝમ છે. ”

આ પણ વાંચો :   PM મોદીની ગુજરાતને ભેટ: ગિરનાર રોપ વે, બાળકોની અદ્યતન હાર્ટ હૉસ્પિટલ, કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ

પીએમ મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં અપાર સ્થાનો છે. રાજ્યમાં અનેક ધાર્મિક સ્થળો છે. રાજ્યના દરેક ખુણે શક્તિરૂપેણ માતાઓ અપાર શક્તિ આપે છે. ગિરનારનો આ રોપવે સ્થાનિક યુવકોને રોજગારી આપશે. આપે સૌએ જોયું હશે કે દ્વારકા પાસેના શિવરાજપુરને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. આ સ્થળોને વિકસિત કરવાથી વધારેને વધારે લોકો આવશે. સ્થાનિક રોજગાર વધશે. ”

પીએમમોદીએ જણાવ્યું કે 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી બંધ હતું જે આજે ખોલવામાં આવ્યું છે અનેક ટૂરિસ્ટ રાજ્યમાં લાવવામાં આવશે. ટુરિઝમના કારણે સ્થાનિક લોકોની રોજગારી વધે છે. ટૂરિઝમ ઓછા રોકાણ વધારે નફો મળે છે. સમગ્ર વિશ્વમાં ફેલાયે ગુજરાતીઓને અનુરોધ કરૂં છું. તમે સમગ્ર વિશ્વમાં ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનીને ગુજરાતના પ્રવાસનનો પ્રચાર કરે'આ પણ વાંચો :  જૂનાગઢ : PM મોદીનું સ્વપ્ન સાકાર થવાની તૈયારીમાં, ગિરનાર રોપ-વેના લોકાર્પણની તારીખ નક્કી, વીડિયોમાં જુઓ તૈયારી

ગિરનાર રોપ વેની વિશેષતાઓ

  • ગીરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધી 2.3 કિમી લાંબો છે.

  • કુલ 9 ટાવર ઉભા કરાયા છે. સૌથી ઊંચા ટાવરની ઉંચાઈ 67 મીટર છે.

  • 25 ટ્રોલીમાં રોજ 8,000 મુસાફરોને રોજ આવનજાવન કરાવી શકશે

  • આ રોપ-વે એશિયાનો સૌથી મોટો રોવ-વે પ્રોજેક્ટ છે, જ્યારે વિશ્વનો સૌથી મોટો ટેમ્પલ રોપ-વે પ્રોજેક્ટ છે

  • રોપ-વે પીપીપી મોડલથી બન્યો છે જેનો કુલ ખર્ચ 130 કરોડ છે.


સંભવિત ટિકિટના દરો

આ રોપવેમાં મુસાફરી કરવા માટે બંને બાજુના ટિકિટના દર 700 રૂપિયા રાખવામાં આવ્યો છે. વ-વે ટિકિટનો દર 400 રૂપિયા છે જ્યારે 5-10 વર્ષના બાળકો માટે 350 રૂપિયા ટિકિનો દર છે. જ્યારે 5 વર્ષથી ઓછી ઊંમરના બાળકોની ટિકિટ નહીં લેવી પડે. આ રોપવેનું સંચાલન કરનારની કંપનીને 98 વર્ષની લીઝ પર આપવામાં આવ્યો છે.
Published by: Jay Mishra
First published: October 24, 2020, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading