Home /News /kutchh-saurastra /

LRDનાં ઉમેદવારો માટે મોક ટેસ્ટનું આયોજન; જવાનોનો જુસ્સો વધારવા પોલીસ વડાએ ગાઇ સાહસભરી કવિતા

LRDનાં ઉમેદવારો માટે મોક ટેસ્ટનું આયોજન; જવાનોનો જુસ્સો વધારવા પોલીસ વડાએ ગાઇ સાહસભરી કવિતા

mock

mock test for LRD

આ ઉપરાંત અંદાજે 350 પુરુષ ઉમેદવારોમાંથી 204 ઉમેદવારોએ નિયત સમયમાં મોક ટેસ્ટ પૂર્ણ કરેલ. આ તકે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની ખાસ ઉપસ્થિતિ રહી હતી.

    ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા ટૂંક સમયમાં લોકરક્ષક દળની ભરતીનું (LRD) આયોજન થવા થઈ રહ્યું છે, જેને લઈને જૂનાગઢ પોલીસ અને એથ્લેટીક્સ એસોસિએશન ઓફ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ગત તા.28મી નવેમ્બરના રોજ જૂનાગઢ ખાતે એક મોક ટેસ્ટનું (Mock Test) આયોજન કરવામાં આવ્યું હતું.

    જે કાર્યક્રમને અનુસંધાને થોડાં સમય પહેલાં લોકરક્ષક દળની ભરતીમાં ભાગ લીધેલ ઉમેદવારોમાં ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોક ટેસ્ટમાં જોડાવવા માટે એક હજારથી વધારે ઉમેદવારોની અરજી મળી હતી. જે અનુસંધાને ગત તા.28મી નવેમ્બર ના રોજ 450 મહિલા અને પુરુષ ઉમેદવારો માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 77 મહિલા ઉમેદવારોમાંથી 36 મહિલા ઉમેદવારોએ નિયત સમય 9 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરી હતી.

    આ ઉપરાંત અંદાજે 350 પુરુષ ઉમેદવારોમાંથી 204 ઉમેદવારોએ નિયત સમયમાં મોક ટેસ્ટ પૂર્ણ કરેલ. આ તકે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તેઓએ મોક ટેસ્ટમાં જોડાયેલા સૌ ઉમેદવારોનું માર્ગદર્શન કર્યું હતું. તદુપરાંત જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત ઉમેદવારો તેમજ પોલીસ જવાનો સમક્ષ 'મેં ખાખી હું' કવિતા રજૂ કરીને, સૌના સાહસમાં વધારો કર્યો હતો.

    આ તકે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, આગામી સમયમાં લોકરક્ષક દળની ભરતીમાં જોડાવવા ઇચ્છતા તમામ ઉમેદવારોની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવશે. જેમાં સર્વે ઉમેદવારોની માળખાગત ટ્રેનિંગ થશે, જેથી કરીને આગામી સમયમાં તેઓ લોકરક્ષક દળની ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટમાં સહેલાઈથી પાસ થઈ શકે. આ ઉપરાંત આગામી સમયમાં ઉમેદરવારો માટે જૂનાગઢ પોલીસ દ્વારા ઇન્ડોર ક્લાસિસનું પણ આયોજન કરવામાં આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Gujarat Samachar, Kutch Samachar, LRD

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन