Home /News /kutchh-saurastra /જૂનાગઢ : Petrol-Dieselના ભાવ ભડકે બળતા CNG કિટની માંગ આસમાને, જાણો કેટલું લાંબુ છે વેઇટીંગ

જૂનાગઢ : Petrol-Dieselના ભાવ ભડકે બળતા CNG કિટની માંગ આસમાને, જાણો કેટલું લાંબુ છે વેઇટીંગ

પેટ્રોલ-ડીઝલના

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો; સીએનજી કીટ ફિટ કરાવવામાં લાંબુ વેઇટિંગ!

એક સમયે માત્ર સ્કૂલ વાન અને સામાન્ય કારમાં જોવા મળતા સીએનજીનું ચલણ વાર્ટમાં સમયમાં વધી રહ્યું છે, ત્યારે આવો જાણીએ કેટલું છે વેઇટિંગ

    પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel) ભાવમાં (Price) થયેલ ભડકો હવે સામાન્ય પરિસ્થિતિના લોકો સાથે આર્થિક રીતે સદ્ધર લોકોને પણ દઝાડી રહ્યો છે. સતત થઈ રહેલા ભાવ વધારા વચ્ચે લોકો પેટ્રોલ-ડીઝલનો મોહ છોડીને પોતાના વાહનોમાં સીએનજી કીટ (CNG) ફિટ કરાવવા તરફ વળ્યા છે, જેણે કારણે સીએનજી કીટ ફિટ કરનારા ગેરેજ ધારકોને ત્યાં ભારે વેઇટિંગ (Waiting) જોવા મળી રહ્યું છે.

    પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી સીએનજી ઉપર વધુ જોર લાગ્યું છે, લોકો સીએનજી કાર ખરીદવા તરફ વળ્યા છે, જ્યારે કેટલાક લોકો પોતાના વાહનોમાં સીએનજી કીટ ફિટ કરાવવા માટે જઈ રહ્યાં છે. જેના કારણે સીએનજી કીટ (CNG Kit) ફિટ કરનારા ગેરેજ ધારકોને ત્યાં લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. એક ગેરેજમાં એક દિવસમાં ઓછામાં ઓછી 5 થી 6 કારમાં સીએનજી કીટ ફિટ કરવામાં આવી રહી છે. અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરમાં સીએનજી કીટ ફિટ કરાવવા માટે 8-10 દિવસના વેઇટિંગ છે, જ્યારે જૂનાગઢ શહેરમાં પણ 2-3 દિવસનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

    વાહનના માઈલેજની દ્રષ્ટિ વિશે વાત કરતાં સીએનજી કીટ ફિટ કરનાર ગેરેજ માલિકે જણાવ્યું હતું કે, સીએનજીની કિંમત પેટ્રોલ-ડીઝલ કરતાં ઘણી ઓછી છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલ થી ચાલતા વાહનોની સાપેક્ષે સીએનજી વાહનો દોઢ ગણું માઇલેજ આપી રહ્યા છે. નાની કાર હોય તો રૂ.2 પ્રતિ કિલોમીટર માઇલેજ આપે છે, જ્યારે 1200 કે 1500 સીસી એન્જિન ધરાવતી કાર રૂ.સવા બે કે અઢી પ્રતિ કિલોમીટર માઇલેજ આપે છે.

    જેના કારણે સામાન્ય વર્ગ સહિત આર્થિક રીતે સદ્ધર લોકો પણ પોતાની કારમાં સીએનજી કીટ ફિટ કરાવી રહ્યાં છે. અમુક સમય પહેલાં જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ સામાન્ય દરે હતા, ત્યારે ગેરેજ ધારકો મહિનાની 20 થી 25 કારમાં સીએનજી કીટ ફિટ કરતાં, જ્યારે હાલ પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં ઉછાળો આવતા મહિનાની અંદર 80 થી 90 કાર માં સીએનજી કીટ ફિટ કરવામાં આવી રહી છે. સીએનજી ચાલિત વાહનોથી હવાનું પ્રદૂષણ નહિવત ફેલાઈ છે. સીએનજી કીટ ફિટ કરાવવા માટેનો સામાન્ય ખર્ચ રૂ.38 હજાર થી શરૂ થાય છે.
    First published:

    Tags: CNG, Petrol, Price, Vehicle, Waiting, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन