VIDEO: વેક્સિનેશન દોઢ કલાક મોડું શરૂ થતાં લોકો પરેશાન, આરોગ્યકર્મીએ બચાવમાં કઇંક આવું કર્યું!
VIDEO: વેક્સિનેશન દોઢ કલાક મોડું શરૂ થતાં લોકો પરેશાન, આરોગ્યકર્મીએ બચાવમાં કઇંક આવું કર્યું!
Vaccination Camp
જૂનાગઢમાં કોરોના વેક્સિન (Corona Vaccine) આપવાનું કામ કેટલીક જગ્યાએ મનફાવે તેમ થઈ રહ્યું છે, વેક્સિનેશન સમયસર શરૂ નથી થતું અને એક સાથે 10 વ્યક્તિ થાય તો જ વેક્સિન આપવામાં આવશે, એવું આરોગ્ય કર્મીઓ દ્વારા કહેવાય રહ્યું છે.
કોરોનાથી બચવા માટે હાલ કોરોના વેક્સિન લોકોને સુરક્ષિત કરવાનું કામ કરી રહી છે, ત્યારે બીજી બાજુ જૂનાગઢ શહેરમાં કેટલીક જગ્યાએ કોરોના વેક્સિનેશન માં ખુલ્લે આમ ધાંધિયા થઈ રહ્યાં છે. જનતાના કહેવા મુજબ, કોરોના વેક્સિનેશન સમયસર શરૂ નથી થતું અને બીજું એ કે, એકીસાથે 10 વ્યક્તિ થાય તો જ વેક્સિન આપવામાં આવશે, એવું આરોગ્ય કર્મીઓ દ્વારા કહેવાય રહ્યું છે.
વાત જૂનાગઢ રેડ ક્રોસ સોસાયટી ખાતે ચાલતાં વેક્સિનેશન કેમ્પની થઈ રહી છે, જ્યાં સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી કોરોના વેક્સિનેશન ની કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ ગઈકાલે તા.3જી સપ્ટેમ્બરના રોજ રેડ ક્રોસ સોસાયટી ખાતે ચાલતા વેક્સિનેશન કેમ્પમાં આરોગ્ય કર્મીઓ સમયસર ન પહોંચતા વેક્સિનેશન કેમ્પ દોઢ કલાક મોડો ચાલુ થયો હતો.
પરિણામે વેક્સિન લેવા માટે આવેલા અનેક વ્યક્તિઓ નિરાશ થઈને પાછા ફર્યા હતાં, આ ઉપરાંત વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં લોકો પણ હાજર થઈ ગયાં હતાં. આરોગ્ય કર્મીઓ વેક્સિનેશનના સ્થળ પર મોડા પહોંચતા લોકોએ સવાલ કર્યા હતા, જેનો યોગ્ય જવાબ ન મળતા લોકોએ મીડિયાનો સહારો લીધો હતો. ત્યારે મીડિયાએ આરોગ્ય કર્મી સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, તેઓને અન્ય જગ્યાએ પણ વેક્સિનેશન કેમ્પમાં જવાનું હોવાથી ડોઝ ઘટે તેમ હતાં જેના કારણે વધારે ડોઝ આવવામાં મોડું થયું!
આ ઉપરાંત અહીં એક એવી બાબત પણ જાણવા મળી કે, જે વ્યક્તિએ કોરોના વેક્સિનના પહેલા ડોઝમાં 'કો-વેક્સિન' લીધી છે, તેઓએ બીજા ડોઝ માટે અનેકવાર ધક્કા ખાધા છે! પરંતુ આરોગ્ય કર્મીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે, એકીસાથે 10 વ્યક્તિ કો-વેક્સિન માટે આવશે તો જ રસી અપાશે! ત્યારે કો-વેક્સિન નો પહેલો ડોઝ લેનાર વ્યક્તિને હાલમાં કો-વેક્સિન મુકાવી તેનો પસ્તાવો કરી રહ્યાં છે.