Home /News /kutchh-saurastra /

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 10 દિવસમાં 7.50 કરોડની મગફળીનું વેંચાણ, યાર્ડ જણસીથી થઈ છલોછલ

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 10 દિવસમાં 7.50 કરોડની મગફળીનું વેંચાણ, યાર્ડ જણસીથી થઈ છલોછલ

Peanuts

Peanuts worth

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી સહિતની જણસીની મબલખ આવક થઈ રહી છે.

    જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડમાં (Junagadh Marketing Yard) જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે, જેને પગલે છેલ્લાં 10 દિવસમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે મબલખ મગફળીની (Peanuts) આવક થઈ છે. આ ઉપરાંત સોયાબીન અને ધાણાની પણ વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. ખેડૂતોને (Indian Farmers) પોષણક્ષમ ભાવો મળી રહે છે, માટે જણસીની આવકમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે.

    આ વિશે વધુ માહિતી જણાવતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પી.એસ.ગજેરાએ જણાવ્યું કે, ગત તા.9મી નવેમ્બર-લાભ પાંચમ થી જણસીની આવક શરૂ કરવામાં આવી છે, ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કુલ 7.50 કરોડની મગફળીનું વેંચાણ કરવામાં આવ્યું છે. લાભ પાંચમ થી અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની કુલ 55 હજાર કરતાં વધારે ગુણી મગફળીની આવક થવા પામી છે. એક ગુણીમાં 30 કિલોગ્રામ મગફળી હોય છે, ત્યારે પ્રત્યેક ગુણીનો ભાવ 1500ની આજુબાજુ રહ્યો છે, ત્યારે અંદાજે 7.50 કરોડની મગફળી વેંચાણ થઈ હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

    આ પણ વાંચો: અમદાવાદ: તમામ પાર્ટી પ્લોટ બેન્કવેટ 100% બુક, લગ્ન કરવા હોય આવતા વર્ષની રાહ જોવી પડશે

    વધુમાં તેઓએ જણાવ્યું કે, મગફળીની સાથોસાથ સોયાબીન અને ધાણાની પણ પુષ્કળ આવક થઈ રહી છે, સાથોસાથ તલ, અડદ, એરંડા અને ઘઉંની પણ આવક થઈ રહી છે. સોયાબિનની કુલ 35 હજાર ગુણીની આવક થઈ છે. જ્યારે ધાણામાં પણ આજ એકજ દિવસમાં 7 હજાર ગુણીની આવક થઈ છે. ઉપજની ગુણવત્તા મુજબ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યાં હોવાથી, માર્કેટિંગ યાર્ડ ખાતે જણસીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે.

    આ પણ વાંચો: અંબાજી નજીક હડાદ પોલીસ સ્ટેશનમાં આરોપીએ કરી આત્મહત્યા, ટોળાં એકઠા થતાં મામલો ગરમાયો

    માવઠિયા વાતાવરણ વચ્ચે પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવેલી જણસી સુરક્ષિત રહે એ માટે પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. નાના-મોટા 10 જેટલાં પ્લેટફોર્મ ઉપર ખેડૂતો જણસી ઉતારી રહ્યાં છે. વરસાદી વાતાવરણને કારણે ખેડૂતોને કમીશન એજન્ટનો સંપર્ક કરીને આવવા સૂચવ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh news, જૂનાગઢ, સૌરાષ્ટ્ર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन