Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને સોયાબિનની મબલખ આવક! ખેડૂતોને મળ્યો આટલો ભાવ

જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને સોયાબિનની મબલખ આવક! ખેડૂતોને મળ્યો આટલો ભાવ

Junagadh

Junagadh marketing yard

Junagadh News : વરસાદે વિરામ લેતાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને સોયાબિનની મબલખ આવક થઈ રહી છે, જેના પ્રમાણમાં ખેડૂતોને પણ આ પોષણક્ષમ ભાવ મળી

    જૂનાગઢ: સમગ્ર ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે વાતાવરણમાં વરાપ થતાં ખેડૂતોએ મગફળી (Ground Nuts and soybean crops in APMC of Junagadh)  અને સોયાબીન જેવા પાકોની તૈયાર થયેલી જણસને માર્કેટીંગ યાર્ડમાં પહોંચાડવાનું કામ હાથ ધર્યું છે, પરિણામે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લાં બે દિવસથી મગફળી અને સોયાબીનની મબલખ આવક થઈ રહી છે. માર્કેટીંગ યાર્ડ ખાતે થતી હરરાજીમાં (Trading of Crops in Junagadh APMC)  ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યાં છે.

    ચોમાસુ ઋતુ પૂર્ણ થવાની સાથે વરસાદે વિરામ લીધો છે, ત્યારે જૂનાગઢમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી, સોયાબીન અને ધાણાની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. આ અંગે વધુમાં વાત કરતાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પી.એસ.ગજેરાએ જણાવ્યું કે, વરસાદે વિરામ લેતાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને સોયાબિનની આવક બમણી થઈ ગઈ છે. છેલ્લાં બે દિવસમાં મગફળીની કુલ 6000 ગુણીની આવક થઈ છે, જ્યારે સોયાબિનની કુલ 4200 ગુણી આવક થવા પામી છે. ઉત્તરોત્તર આવકમાં વધારો થવાથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી અને સોયાબિનની જણસમાં વધારો જોવા મળી રહ્યો છે.

    જો ખેડૂતોને હરરાજીમાં મળેલ ભાવની વાત કરીએ તો, આજરોજ તા.16મી ઓક્ટોબરના રોજ જીણી મગફળીનો ન્યૂનતમ ભાવ ₹800 થી લઈને ₹1176 મળ્યો છે, જ્યારે જાડી મગફળીનો ન્યૂનતમ ભાવ ₹750 થી લઈને ₹1082 મળ્યો છે. જો વાત સોયાબિનની કરવામાં આવે તો, ખેડૂતોને સોયાબિનનો ન્યૂનતમ ભાવ ₹700 થી લઈને ₹1009 મળ્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Junagadh news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन