Home /News /kutchh-saurastra /

વ્યાજખોરોથી ચેતજો! 10 લાખની સામે ત્રણ ગણું ચુકવણું કર્યું, છતાં મકાન પડાવી લીધું...

વ્યાજખોરોથી ચેતજો! 10 લાખની સામે ત્રણ ગણું ચુકવણું કર્યું, છતાં મકાન પડાવી લીધું...

Indian Rupee

જૂનાગઢ શહેરમાં વ્યાજખોરોનો (Usurer) ત્રાસ દિવસે’ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વ્યાજખોરોની રંજાળનો વધુ એક કિસ્સો (Case) સામે આવ્યો છે. વ્યાજે લીધેલ રકમનું ત્રણ ગણું ચૂકવણું (Payment) કરી દીધું હોવા છતાં, આજે એક જૂનાગઢના સામાન્ય વર્ગના પરિવારને મકાન વિહોણા બનવા જેવી સ્થિતિ ઊભી થઈ છે.

વધુ જુઓ ...
    Junagadh News: જૂનાગઢ શહેરમાં વ્યાજખોરોનો (Usurer) ત્રાસ દિવસે’ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વ્યાજખોરોની રંજાળનો વધુ એક કિસ્સો (Case) સામે આવ્યો છે. વ્યાજે લીધેલ રકમનું ત્રણ ગણું ચૂકવણું (Payment) કરી દીધું હોવા છતાં, આજે એક જૂનાગઢના સામાન્ય વર્ગના પરિવારને મકાન વિહોણા બનવા જેવી સ્થિતિ ઊભી થઈ છે.

    જૂનાગઢમાં રહેતા એક વિપ્ર પરિવાર પાસેથી વ્યાજખોરોએ ત્રણ ગણી રકમ વસુલી લીધા બાદ તેનું મકાન પણ પડાવી લીધું અને બાદમાં તે મકાન પર લોન લઈને હપ્તા ન ભરતા, પરિવારને છતાં મકાને, મકાન વિહોણા બનવા જેવી પરિસ્થિતિ આવી પડી છે. આ મામલે તેઓ દ્વારા જિલ્લા કલેકટરને ફરિયાદ કરવામાં આવી છે.

    મળતી માહિતી પ્રમાણે; જૂનાગઢના ઉપરકોટ રોડ ઉપર આવેલ દેવવાડી નજીક લક્ષ્મીકુંજમાં રહેતા ભરતભાઈ પ્રાણલાલ દવેએ જિલ્લા કલેકટર સહિત રાજ્ય કક્ષાએ અલગ-અલગ વિભાગોમાં લેખિતમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે; તેઓ છેલ્લા 55 વર્ષથી જે મકાનમાં રહે છે, તે મકાન તેમના પિતા પ્રાણલાલ અમૃતલાલ દવે ખરીદ્યું હતું. ત્યારે ટીંબાવાડીમાં રહેતા બીપીન પરસોત્તમ જેઠવાએ પ્રાણલાલ પાસે આવીને ભરતભાઈએ ઉછીના લીધેલા રકમના સામે વ્યાજની માગણી કરીને રોજના રૂ.9 હજાર લેખે 371 દિવસના 33.39 લાખ વસૂલ કર્યા બાદ પણ સંતોષ ન થતાં ધાક-ધમકી આપીને મકાનના દસ્તાવેજ પ્રાણલાલ પાસે કરાવી લીધા હતા.

    આ પણ વાંચો: સુરત: ચોર માત્ર કારમાં પડેલી વસ્તુઓની કરતો હતો ચોરી, આ રીતે ઝડપાયો

    જેના આઘાતમાં પ્રાણલાલ દવેનું અવસાન થયું હતું, ત્યારબાદ માલૂમ પડ્યું કે તેમના મકાનની હરાજી થવાની છે. તપાસ કરી તો માલૂમ પડ્યું કે, બીપીનભાઈએ આ મકાન પર આઇસીઆઇસીઆઇ બેન્કની શાખામાંથી 10 લાખની લોન લઈને બાદમાં એક પણ હપ્તો ન ભરતા હાલ મકાનની હરાજી કરવાની કાર્યવાહી ચાલુ થયેલ છે. જે અંગે કોર્ટમાં દાવો પણ ચાલુ છે. નિયમ મુજબ જંત્રી પ્રમાણે ખરીદેલ રકમ ચેકથી આપવાની હોય છે, તેવા ચેકનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. હાલ જૂનાગઢનો વિપ્ર પરિવાર મકાન વિહોણો બને તેવી સ્થિતિ છે, તો આ મામલે ન્યાય આપવા માંગણી સાથે જૂનાગઢ કલેકટરમાં રજૂઆત કરી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh news, જૂનાગઢ

    આગામી સમાચાર