Junagadh News: હાલ જૂનાગઢ મહાનગરની (Junagadh City)હાલત અત્યંત દયનિય બની ગઈ છે, અનેક સમસ્યાઓથી ઘેરાયેલાં (Problems) જૂનાગઢ શહેરમાં દિવસે દિવસે નવી નવી સમસ્યાઓ ઉભી થઈ રહી છે. હાલ જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં (Motibaug Area) આવેલ શાળાઓ પાસેથી પસાર થતાં મુખ્ય માર્ગને ગટરની પાઇપલાઇન (Pipeline)નાખવા માટે ખોદવામાં આવ્યો છે, જેના કારણે શાળાઓ (School) છૂટતી વખતે ભયંકર ટ્રાફિક સર્જાય છે. મસમોટા વાહનો અહીંથી પસાર થતાં હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ થી મોતીબાગ તરફ જતા રસ્તે ગટરની લાઇન નાખવા માટે એકબાજુનો આખો રોડ તોડી નાખવામાં આવ્યો છે, જ્યાં હાલ ગટરની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જેને કારણે એકબાજુ જ વાહનો પસાર થતાં હોવાથી ભારે ટ્રાફિક સર્જાય છે. ખાસ કરીને શાળાઓ જ્યારે પુરી થાય અને હજારો વિદ્યાર્થીઓ છૂટે એ સમયે ભયંકર ટ્રાફિક જામ થાય છે. મોટા વાહનો માટે કોઈ પ્રકારના ડાયવર્ઝન કાઢ્યાં વિના મદમસ્ત ચાલતી તંત્રની કામગીરી વિરુદ્ધ વાલીઓ રોષે ભરાયાં છે.
જૂનાગઢના વાલીઓએ રોષે ભરાઈને કહ્યું કે, ગટરનું કામ ચાલે છે, એની સામે કોઈ વાંધો નથી! પરંતુ કોઈપણ જાતના આયોજન કે સલામતી વિના બાળકોના જીવને જોખમમાં મૂકીને ચાલતી કામગીરી ખરેખર ગંભીર છે. મોટા વાહનોના પસાર થવાથી અકસ્માતનો ભય રહે છે, સાથોસાથ ટ્રાફિક સમસ્યાને કારણે લોકોના નાણાં અને ઇંધણ બંનેનો દુરુપયોગ થઈ રહ્યો છે.
વાલીઓએ તંત્રની આંખ ઉઘડે એ માટે જણાવ્યું કે, આવી કામગીરી દરમિયાન જો જાહેર જનતાને યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવે તો, ટ્રાફિક સમસ્યા નિવારી શકાય. તમામ પ્રકારના વાહનો અહીંથી જ પસાર થાય છે, ત્યારે વિદ્યાર્થીઓની સલામતીનું શું? વધુમાં તંત્રને વિનંતી કરીને કહેવામાં આવ્યું કે, જલ્દીથી જલ્દી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ તથા રાહદારીઓને સમસ્યામાંથી સત્વરે મુક્તિ મળી શકે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર