જૂનાગઢ: વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના, પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું

જૂનાગઢ: વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના, પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
વિસાવદર ખાતે દુષ્કર્મની બે ફરિયાદ નોંધાઈ છે.

આરોપી પીડિતાના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો હતો.

 • Share this:
  અતુલ વ્યાસ, જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં દુષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશન (Visavadar Police Station)માં બે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધતા ખળભળાટ મચી ગયો છે. વિસાવદરના બરડીયા ગામે (Baradiya Village) એક 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં વિસાવદરમાં રહેતા સતીશ ગોહિલ નામના શખ્સ વિરુદ્ધ ખુદ સગીરાએ ફરિયાદ નોંધાવી છે.

  સગીરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સતીશ ગોહિલે મારા પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતો હતો અને મને અલગ અલગ સ્થળો પર લઇ જઈને મારા પર બળજબરીથી દુષ્કર્મ કરતો હતો. આરોપીએ મને ધમકી આપતો હતો કે કોઈને જાણ કરીશ તો તને મારી નાખીશ. પોલીસે સગીરાની ફરિયાદ પરથી સતીશ ગોહિલની ધરપકડ કરી છે.  બીજા બનવામાં ગત માસમાં મુંડિયા રાવણી ગામે 17 વર્ષની સગીરાને ભગાડી જઈને અવારનાવર દુષ્કર્મ ગુજારનાર સામે દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ગઈકાલે વિસાવદર પોલીસે આરોપી સુરેશ કાળું મથાસુરિયાની ધરપકડ કરી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

  આ બંને કેસમાં ભોગ બનનાર સગીરાઓને પોલીસ સ્ટેશન બોલાવીને પોલીસે ઓળખ પરેડ કરાવી હતી. મુંડિયા રાવણી ગામના આરોપીને કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ આજરોજ કોર્ટ માં રજૂ કરતા કોર્ટે સુરેશ માથાં સુરિયાને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે બરડીયા ગામના આરોપી સતીશ ગોહિલનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેના રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે. પોલીસે બંને આરોપી વિરુદ્ધ પોસ્કો, અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  જામનગરમાં ચાર દિવસમાં દુષ્કર્મની ત્રણ ફરિયાદ

  જામનગર શહેરમાં ગાંધી જયંતિની રાત્રે જ 17 વર્ષની સગીરા પર ગેંગરેપની ઘટના બન્યાનું સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ સામૂહિક દુષ્કર્મની ઘટનાની તપાસ ચાલુ છે એવામાં જ જામનગર જિલ્લાના જામજોધપુર પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતીએ તે જ્યારે 17 વર્ષની સગીર વયની હતી ત્યારે તેના પર બળાત્કાર ગુજાર્યાની ઘટના ઘટી હોવાની જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે .આ બે ઘટનાની શાહી સુકાઈ ન હતી ત્યારે જ જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની સગીરા કે જે 10માં ધોરણમાં અભ્યાસ કરે છે તેની સાથે અઢાર વર્ષના યુવકે પરિવારને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published:October 08, 2020, 16:12 pm

  ટૉપ ન્યૂઝ