Home /News /kutchh-saurastra /

રાજ્યમાં વધુ એક ખેડૂતનો આપઘાત, પાક નિષ્ફળ જતા કર્યું અગ્નિસ્નાન

રાજ્યમાં વધુ એક ખેડૂતનો આપઘાત, પાક નિષ્ફળ જતા કર્યું અગ્નિસ્નાન

    અતુલ વ્યાસ, જૂનાગઢ

    એક તરફ આ વર્ષે મેઘો રીંસાયો છે, તો બીજી બાજુ મોંઘવારી ચિંતાજનક રીતે વધી રહી છે. એવામાં ધરતીપુત્રો ધીરજ ગુમાવી રહ્યાં છે અને ના છૂટકે આપઘાત કરી રહ્યાં છે. એવામાં વધુ એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. જૂનાગઢના વંથલીના ખેડૂતે પાક નિષ્ફળ જવાની બીકે અગ્નિસ્નાન કરી લીધું.

    પ્રાપ્ત વિગત પ્રમાણે વંથલી તાલુકાના બંટીયા ગામમાં રહેતા હરસુખ આરદેશ નામના એક ધરતીપુત્રએ અગનપછેડી ઓઢી મોત વ્હાલું કરી લીધું છે. મૃતક ખેડૂતના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે હરસુખભાઇ છેલ્લા કેટલાક દિવસોથી પાક નિષ્ફળ જવાને કારણે ટેન્શનમાં હતા, સાથે જ તેમના પર દેવું પણ વધી ગયું હતું.

    ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હરસુખભાઇના ઘરે પહોંચી ગયો હતો અને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બહાર આવ્યું કે હરસુખભાઇએ કેરોસીન છાંટી અગ્નીસ્નાન કર્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Crop failure, જૂનાગઢ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन