Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂટબોલની જેમ હવામાં ઉછળ્યું
Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂટબોલની જેમ હવામાં ઉછળ્યું
cctv video પરથી તસવીર
junagadh accident news: કેશોદ તાલુકામાં (keshod news) એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રસ્તા ઉપર એક્ટીવા લઈને જઈ રહેલા યુવકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને રોડની બાજુમાં સરકી જતાં એક્ટીવા હવામાં ફૂટબોલની જેમ ફંગોળાયું હતું.
અતુલ વ્યાસ, જૂનગાઢઃ ગુજરાતમાં અકસ્માતની (accident in Gujarat) ઘટનાઓ દરરોજ બનતી રહે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે જૂનાગઢમાં એક વિચિત્ર અકસ્માત (OMG accident in junagadh) સર્જાયો હતો. અહીં કેશોદ તાલુકામાં (keshod news) એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રસ્તા ઉપર એક્ટીવા લઈને જઈ રહેલા યુવકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને રોડની બાજુમાં સરકી જતાં એક્ટીવા હવામાં ફૂટબોલની જેમ ફંગોળાયું હતું. આ ઘટના સીસીટીવીમાં (activa accident cctv) કેદ થઈ હતી.
હવામાં ફંગોળાયું એક્ટીવા
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે કેશોદ તાલુકાના ભાટ સીમારોલી ગામ પાસેથી એક એક્ટિવાસવાર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં એક્ટિવા રસ્તાની સાઈડમાં ઊતરી ગયું હતું અને હવામાં ઊછળ્યું હતું. ચાલક નીચે પટકાયો હતો અને દસેક ફૂટ દૂર એક્ટિવા પડ્યું હતું. અકસ્માતની ઘટના હાઈવે પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
અકસ્મતામાં ચાલકનો આબાદ બચાવ
અકસ્માતને પગલે ત્યાં હાજર અન્ય રાહદારીઓ દોડી આવી ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે જોરદાર અકસ્માત છતાં ચાલક બચી ગયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના હાઈવે પર લાગેલા એક સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર ઘટના
કેશોદમાં થયેલા એક્ટીવાના અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો હતો. ઘટના સ્થળે લાગેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે સફેદ રંગના એક્ટીવા ઉપર એક યુવક જઈ રહ્યો છે ત્યારે અચાનક કાબુ ગુમાવતા એક્ટીવા રોડની બાજુમાં સરકી જાય છે. અને ખાડામાં પડતાં એક્ટીવા હવામાં ફંગોળાય છે અને એક્ટીવાના ભુક્કા બોલાઈ જાય છે. તો બીજી તરફ યુવક પણ નીચે પટકાય છે.
ઘટનાના પગલે નજીક રહેલા સ્થાનિક લોકો તરત યુવક પાસે પહોંચી જાય છે. અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે અને અકસ્માતનો આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર