જૂનાગઢ : માળીયા હાટીનામાં નવદંપતીએ મોરારિ બાપુ પરના હુમલાના વિરોધમાં રક્ત લિખિત આવેદનપત્ર આપ્યું

News18 Gujarati
Updated: June 30, 2020, 3:18 PM IST
જૂનાગઢ : માળીયા હાટીનામાં નવદંપતીએ મોરારિ બાપુ પરના હુમલાના વિરોધમાં રક્ત લિખિત આવેદનપત્ર આપ્યું
મોરારિ બાપુના અનુયાયી પરિવારે આવેદન આપ્યું હતું.

ભંડુરીના નવદંપતીએ મામલતદારને આવેદન આપી અને મોરારિ બાપૂ પર દ્વારકામાં થયેલા હુમલાનો વિરોધ કર્યો

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ : રામ કથાકારા મારોરિ બાપૂ પર તાજેતરમાંજ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઘટનાથી આહતમાં આવેલા સંતોએ ખૂબ વિરોધ કર્યો હતો. જોકે, હજુ સુધી આ મામલે પબુભા માણેક દ્વારા માફી માંગવામાં આવી નથી ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં એક અદભુત ઘટના ઘટી હતી. આ વિસ્તારના ભંડુરી ગામમાં આજે એક નવવિવાહિત યુગલે પોતાના રક્તથી સાઇન કરેલું આવેદન પત્ર આપી અને મોરારિ બાપુ પર થયેલા હુમલાનો વિરોધ કર્યો હતો.

આજે ભંડુરી ગામે હરિયાણી પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો. ત્યારે પરિવારના ચિંરજીવી કપિલના લગ્ન સમારંભ બાદ સમગ્ર પરિવાર મામલતદાર ઑફિસે પહોચ્યું હતું. પરિવારની હાજરીમાં નવયુગલ કપિલ અને જાગૃતિએ પોતાની આંગળીના લોહીથી સિંચિત આવેદન પત્ર આપી અને મોરારિ બાપુ પ્રત્યે પોતાના સંવેદન દર્શાવી હતી.

આ પણ વાંચો :  કોરોના યોદ્ધા : 'જન્મદિવસે જ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, મેં જંગ લડી અને જીત્યો'આ ઘટના બાદ પરિવારના મોભીએ જણાવ્યું હતું કે 'બાપુ પર દ્વારકામાં હુમલો થયો એ ઘટનાને વખોડીએ છે. અમે આ મામલે તપાસ થાય તેવી માંગણી કરીએ છે અને પબુબા વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી પણ માંગ કરીએ છીએ'. અગાઉ આ મામલે ગામે ગામે આવેદન પત્રો આપવામાં આવ્યા છે ત્યારે આ એક નવો વિરોધ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :  Coronavirus : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 626 નવા કેસ, 19 દર્દીનાં મોત, કુલ કેસનો આંકડો 32000ને પાર

મોરારિ બાપુએ શું કહ્યું હતુ ?

મોરારિ બાપુએ જણાવ્યું હતું કે આ મામલે મારે કોઈ વિવાદમાં પડવું નથી. હું વિવાદનો માણસ નથી સંવાદનો માણસ છું. મારા તરફથી આ મામલો અહીંયા પૂર્ણ થાય છે. મોરારિ બાપુના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી પણ સફાળી જાગી હતી. તલગાજરડા ખાતે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા દોડી ગયા હતા.
First published: June 30, 2020, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading