Home /News /kutchh-saurastra /

જુનાગઢ : 100% નેચરલ સાબુ અને વિવિધ ઔષધિની માહિતી આપતી એપ બનાવી કોલેજનાં વિદ્યાર્થીઓની જુઓ મહેનત

જુનાગઢ : 100% નેચરલ સાબુ અને વિવિધ ઔષધિની માહિતી આપતી એપ બનાવી કોલેજનાં વિદ્યાર્થીઓની જુઓ મહેનત

Bahauddin

Bahauddin College Student

Junagadh News: જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓએ બે અદ્દભુત પ્રોજેક્ટ બનાવ્યાં, જેની પસંદગી SSIP દ્વારા થતાં આ ખાસ સહાય આપવામાં આવી..

    જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ (Bahauddin college) દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી (SSIP) અંતર્ગત ચેક ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામનું અદ્દભુત આયોજન ગત તા.23મી નવેમ્બર, 2021 ના રોજ થયું. જેમાં બહાઉદ્દીન કોલેજના પ્રિન્સિપાલ ડો.પી.વી.બારસિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય, શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. બહાઉદ્દીન કોલેજના પ્રિન્સિપાલ ડો.પી.વી.બારસિયાએ અતિથિ વિશેષ તરીકે પધારેલા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદીનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કર્યું હતું.

    બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી (SSIP) કાર્યક્રમ અંતર્ગત બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી તૃપ્તિ કોરાટને ‘કેસુડો હર્બલ શોપ પ્રોજક્ટ’ માટે રૂ.35,000 નો ચેક તથા અત્રિ જોષી અને ઋષભ રાવલને ‘આયુ ફોરેસ્ટ એપ પ્રોજેક્ટ’ માટે રૂ.35,000 નો ચેક ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદીના હસ્તે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એસએસઆઇપી ટીમ તથા બહાઉદ્દીન કોલેજ પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

    બહાઉદ્દીન કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થિની તૃપ્તિ કોરાટે બનાવેલા ‘કેસુડો હર્બલ શોપ પ્રોજક્ટ’ વિષે માહિતી આપતા જણાવ્યું કે, કેસૂડાંમાંથી તૈયાર થયેલ હર્બલ શોપ 100% કેમિકલ ફ્રી છે. જેનાથી શરીરની ત્વચાને ઘણાબધા ફાયદાઓ થાય છે. સંપૂર્ણપણે આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર થયેલ કેસૂડાંના હર્બલ શોપથી શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી અત્રિ જોષી અને ઋષભ રાવલે તેના પ્રોજેક્ટ વિષે માહિતી આપતા કહ્યું કે, તેઓ દ્વારા તૈયાર થયેલ ‘આયુ ફોરેસ્ટ એપ’ લોકોને ગિરનાર અને ગીર જંગલમાં થતી વિવિધ પ્રકારની ઔષધિની માહિતીથી વાકેફ કરશે. આ એપ આગામી એપ્રિલ મહિના સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Junagadh news, Local News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन