Home /News /kutchh-saurastra /જૂનાગઢઃ અસલ રાસ ચોરો જ્યાં બેસીને નરસિંહ મહેતા ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરતા સીધી વાતચીત

જૂનાગઢઃ અસલ રાસ ચોરો જ્યાં બેસીને નરસિંહ મહેતા ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરતા સીધી વાતચીત

X
Narasimha

Narasimha Mehta's Chora

'જ્યારે બોલાવશે, ત્યારે આવશે' એવાં કોલ સાથે બંધાયેલા ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત નરસિંહ મહેતાના જીવન સાથે જોડાયેલ એક અતિમહત્વનું 

જૂનાગઢઃ જૂનાગઢની (Junagadh) એક ઓળખ એટલે નરસૈંયાની નગરી; ભક્તકવિ નરસિંહ મહેતા (Narsinh Maheta) સાથે જોડાયેલા અનેક સ્થળો જૂનાગઢમાં આવેલ છે, જેમાનું એક દર્શનીય અને મહત્વનું સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો (Narsinh Maheta Choro). જે જગ્યા સાથે અનોખી લોકવાયકા અને મહત્વતા (Importance) જોડાયેલી છે.

વિક્રમ સંવત 1465 માં ભાવનગર જિલ્લાના તળાજામાં જન્મેલાં નરસિંહ મહેતાએ નાનપણમાં જ પોતાના માતાપિતાની છત્રછાયા ગુમાવી. જે પછી તેઓ તેમનાં મોટાભાઈ અને ભાભી સાથે રહેવા લાગ્યાં. મહેતાજીને ભજન અને પ્રભુભક્તિ સિવાય અન્ય કોઈ બાબતમાં રસ પડતો નહીં, આથી પોતાની મસ્તીમાં મસ્ત રહેવાવાળા મહેતાજીને અનેક વખત મહેણાં સાંભળવા પડતાં. એક વખત તેમના ભાભીએ મારેલું મહેણું સહન ન થવાથી, તેઓએ ઘરનો ત્યાગ કર્યો અને તેઓ ગોપનાથ મહાદેવની ભક્તિમાં લિન થયાં. નરસિંહ મહેતાની આકરી ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયાં અને મહેતાજીને ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યાં.

રાસલીલાના દર્શન કરતાં કરતાં મહેતાજી એવા લિન બની જાય છે કે, પોતાની હાથમાં રહેલી મશાલ સાથે તેઓનો હાથ પણ સળગવા લાગે છે. નરસૈંયાની ભક્તિ જોઈને ભગવાન શ્રીકૃષ્ણએ અભયવચન આપ્યું કે, મહેતાજી જ્યારે જ્યારે ભગવાનને બોલાવશે, ત્યારે ત્યારે તેઓ હાજર થાશે! જે પછી ભગવાન શ્રીકૃષ્ણ ભક્ત નરસૈંયાના કામ કરવા અનેક વખત આ પૃથ્વીલોક પર આવે છે અને કામ ઉકેલે છે. જે સ્થળ ઉપર નિવાસ કરીને મહેતાજી ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં તરબોળ બન્યાં હતાં, તેની યાદી કરાવતું સ્થળ 'નરસિંહ મહેતાનો ચોરો' આજે પણ દર્શનાર્થીઓ માટે આસ્થાનું પ્રતીક બની રહ્યો છે.

અસલ રાસ ચોરાનું મહત્વ:

નરસિંહ મહેતાના ચોરા ખાતે આવેલ અસલ રાસ ચોરો વિશેષ મહત્વતા ધરાવે છે. એવું કહેવાય છે કે, નરસિંહ મહેતા અહીંયા જ બેસીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સીધી વાતચીત કરતાં હતાં. હાલમાં પણ આજે અસલ રાસ ચોરાની મધ્યમાં ભગવાન શ્રીકૃષ્ણની ચરણના દર્શન થાય છે.

ગોપનાથ મહાદેવનું મહત્વ:

ભક્તકવિ નરસિંહ મહેતાનો જન્મ શિવપંથી નાગર કુળમાં થયો હતો, જેથી તે શિવપૂજા સવિશેષ કરતાં. ભક્ત નરસૈંયાએ શિવજીની આરાધના કરીને, ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કર્યા હતા. આથી નરસિંહ મહેતા ચોરાના મંદિર પરિસરમાં ગોપનાથ મહાદેવજીનું મંદિર પણ દર્શનીય સ્થાન છે.

નિજ મંદિરમાં દ્રશ્યમાન થતી પ્રતિમાઓ 500 વર્ષ કરતાં વધુ પુરાણી છે:

નરસિંહ મહેતા ચોરા મંદિરમાં બિરાજતી પ્રતિમાઓ સાથે જોડાયેલી એક લોકવાયકા પ્રમાણે, નરસિંહ મહેતાના દેહાંત પછી, સોમનાથના દરિયામાંથી આ પ્રતિમાઓ સ્વયંભૂ મળી આવી હતી. જેને અંદાજે 500 વર્ષ કરતાં વધુ સમય પહેલા નરસિંહ મહેતા ચોરા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી, ત્યારથી લઈને આજ દિન સુધી ભાવિકો તેના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે.

નરસિંહ મહેતા ચોરાથી નજીક આવેલાં ફરવાલાયક સ્થળો:

જૂનાગઢમાં આવેલ નરસિંહ મહેતા ચોરા થી વિશ્વ વિખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માત્ર 1.8 કિલોમીટર જેટલું અંતર ધરાવે છે, જ્યારે નરસિંહ મહેતા ચોરા થી ભવનાથ તળેટી અને ગિરનાર રોપ-વે 6 કિલોમીટર જેટલું દૂર થાય છે. આ ઉપરાંત અહીંથી ઉપરકોટનો કિલ્લો 1.5 કિલોમીટર અને મહાબત મકબરો 750 મીટરના અંતરે આવેલ છે.
First published:

Tags: Junagadh news