વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢ મનપાની ચૂંટણી, સરેરાશ 50 ટકા મતદાન

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 59 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. ચૂંટણીમાં સત્તાધારી પક્ષ, કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.

News18 Gujarati
Updated: July 21, 2019, 6:36 PM IST
વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢ મનપાની ચૂંટણી, સરેરાશ 50 ટકા મતદાન
સવારે 8.00 વાગ્યાથી જ ઉત્સાહપૂર્વક મતદાન શરૂ થઈ ગયું હતું.
News18 Gujarati
Updated: July 21, 2019, 6:36 PM IST
પ્રણવ પટેલ, હરિન માત્રાવાડીયા, જૂનાગઢ : જૂનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો જંગ જામ્યો છે. પાંચ વાગ્યા સુધીમાં 49.68 ટકા મતદાન નોંધાયું છે. વોર્ડ નં 1 માં સૌથી વધુ 66.36 મતદાન થયું છે. જ્યારે વોર્ડ નં 11 મા સૌથી ઓછુ 36.20 મતદાન થયું છે. ગત મનપા ની ચૂંટણી મા 54.17 ટકા મતદાન નોંધાયું હતું. ગત ચૂંટણી કરતાં 4.49 ટકા ઓછું મતદાન નોંધાયું છે.

વહેલી સવારે જ મતદાન શરૂ થતાની સાથે નેતા વિપક્ષ સતિષ કેપ્ટને મત આપ્યો હતો. આ ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ઉપરાંત, કોંગ્રેસ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી મેદાન આવતા ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. અનેક મહાનુભાવોના ભાવી આજે EVMમાં સીલ થવાના છે. જૂનાગઢમાં સત્તાધારી ભાજપે પૂર્વ ધારાસભ્ય મશરૂને પણ મેદાન ઉતાર્યા છે. કોંગ્રેસના આંતરિક કલેહ અને એનસીપીની એન્ટ્રીના કારણે રસાકસીનો માહોલ જામ્યો છે. શરૂઆતના બે કલાકમાં વરસાદી માહોલની વચ્ચે  મતદાન થયું હતું.

ત્રણે પાર્ટીના ઉમેદવારો ઉપરાંત અપક્ષોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. 15 વોર્ડની ચૂંટણીમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રથમ વાર કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીએ ઉમેદવારો અને નેતાઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો. જૂનાગઢની ચૂંટણીમાં ભાજપે 59, કોંગ્રેસે 49 અને એન.સી.પીએ 25 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જ્યારે અન્ય 26 ઉમેદવારો પણ ચૂંટણીના જંગમાં છે.

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર, 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી

જૂનાગઢ કોર્પોરેશનમાં 2.38 લાખ ઉમેદવારો નોંધાયેલા છે, જેમાં 1.25 લાખ પુરૂષ મતદારો, 1.15 લાખ મહિલા મતદારો કુલ 2.38 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રભારી બ્રિજેશ મેરજાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, પાંચ વર્ષના ભાજપના કુશાસનથી ત્રસ્ત મતદારો કોંગ્રેસ પર પસંદગીનો કળશ ઢોળશે. અમને કોંગ્રેસ તરફી અન્ડર કરન્ટ જોવા મળી રહ્યો છે.

Loading...

મતદાર યાદીમાં છબરડો, અમીપરા વોટ આપ્યા વગર પરત ફર્યા

જૂનાગઢમાં ચૂંટણીનું મતદાન શરૂ થતાની સાજે જ મતદાર યાદીમાં છબરડો જોવા મળ્યો છે. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને ભાજપમાં જોડાયેલા વીનુ અમીપરાનું નામ મતદાર યાદીમાં નહીં જડતા તેઓ ઘરે સ્લીપ લેવા માટે પરત ફર્યા હતા જેના પગલે હોબાળો મચ્યો હતો. અમીપરા ટિકિટ વહેંચણીના કારણે નારાજ હતા અને પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા.

 
First published: July 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...