અમરેલી : માતાએ બે પુત્ર અને એક પુત્રી સાથે કૂવામાં પડી આપઘાત કર્યો

News18 Gujarati
Updated: April 7, 2020, 3:11 PM IST
અમરેલી : માતાએ બે પુત્ર અને એક પુત્રી સાથે કૂવામાં પડી આપઘાત કર્યો
પ્રતિકાત્મક તસવીર

સ્થાનિક પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર કંકાસને કારણે બાળકો સહિત માતાએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે.

  • Share this:
અમરેલી : કોરોનાને કારણે દેશની સાથે રાજ્યભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રાજુલા તાલુકાનાં વિસળિયા નેસડીમાં એક માતા એ પોતાનાં બે પુત્રો અને પુત્રી સાથે કૂવામાં પડીને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં આવી પહોંચી હતી. માતા અને તેના ત્રણ બાળકોનાં મૃતદેહો હાલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. સ્થાનિક પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર કંકાસને કારણે બાળકો સહિત માતાએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે.

ડી.વાય.એસ.પી.કુશલ ઓજા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા પૂર્વ સંચદીય સચિવ હીરા સોલંકી, ધારાસભ્ય અંબરીશ ડેર પણ  હૉસ્પિટલમાં પહોંચ્યા હતા.લૉકડાઉનનાં સમયે પરિવાર સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર ઘર કંકાસનાં કારણે આ પગલુ ભર્યાનું પોલીસનું અનુમાન છે. હાલ પોલીસે મહિલાનાં પરિવારને શોધીને પૂછપરછની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : આણંદ : લૉકડાઉનમાં જપ્ત થયેલા વાહનો લેવા માટે RTO શરૂ કરશે સેવા

રાજકોટમાં માતાએ જ પુત્રની હત્યા કરી 

ગઇકાલે એટલે સોમવારે એક કિસ્સો સામે આવ્યો હતો. રાજકોટના રણછોડવાડી વિસ્તારમાં ગત ચોથી એપ્રિલનાં રોજ એક કિશોરનું બેડ પરથી પડી જવાથી મોત થયું હતું. પોલીસને બાળકની માતાએ આવી માહિતી આપી હતી. જોકે, જ્યારે કિશોરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે જનેતા તેના બીમાર પુત્રની સેવા કરીને થાકી હોવાથી તેને મોક્ષ આપવા માટે તેની હત્યા કરી નાખી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ગળે ટૂંપો આપીને હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. જે બાદમાં પોલીસને એ વાત મૂંઝવતી હતી કે કિશોરની હત્યા કોણે અને શા માટે કરી હશે? તપાસ કરતા પોલીસ સમક્ષ જે હકીકત આવી તે જાણીને ખુદ પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

આ વીડિયો પણ જુઓ - 
First published: April 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading