Home /News /kutchh-saurastra /

વિસાવદર: માતાએ દીકરીને બચાવી દીપડાનાં મુખમાંથી

વિસાવદર: માતાએ દીકરીને બચાવી દીપડાનાં મુખમાંથી

વિસાવદરનાં જેતલવડ ગામમાં માતાએ તેની સાત વર્ષની દીકરીને દીપડાનાં મુખમાંથી બચાવી લીધી હતી.

વિસાવદરનાં જેતલવડ ગામમાં માતાએ તેની સાત વર્ષની દીકરીને દીપડાનાં મુખમાંથી બચાવી લીધી હતી.

    ન્યૂઝ 18 ગુજરાતી: વિસાવદરનાં જેતલવડ ગામમાં માતાએ તેની સાત વર્ષની દીકરીને દીપડાનાં મુખમાંથી બચાવી લીધી હતી. આ હુમલામાં બાળકીને ઇજા પહોંચતા તેને વિસાવદર હોસપિટલ લઇ જવામાં આવી હતી. આ ઘટના પછી વનતંત્રએ દીપડાને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે જેતલવડની સીમમાં ધારી રોડ પર દેવીપુજક વિજયભાઇ સોલંકી પરિવાર રહે છે. ગત ગુરૂવારનાં રાતે ઘેરી નિદ્રામાં હતાં ત્યારે અચાનક દીપડો તે લોકો જ્યાં સુતા હતા ત્યાં આવી ગયો હતો. દીપડાએ 7 વર્ષની પુત્રી સુસ્મિતાને ગળેથી પકડીને લઇ જઇ રહ્યો હતો. ત્યારે માતા જાગી ગઇ હતી. માતાએ હિંમતપૂર્વક દોટ મુકી દીપડાનો સામનો કર્યો હતો. જે પછી મુખમાંથી પુત્રીને બચાવી લીધી હતી.

    હુમલા બાદ બાળકીને ગળા પર ઇજા પહોંચી હતી. 108 દ્વારા વિસાવદર હોસ્પિટલે સારવારમાં ખસેડાયાં બાદ જૂનાગઢ રીફર કરાઇ હતી. મહત્વનું છે કે છેલ્લા 15 દિવસમાં આ ત્રીજો બનાવ બનતા વનતંત્ર દીપડાઓને પાંજરે પુરવા પાંગળું સાબીત થઇ રહ્યું છે. વનતંત્ર દ્વારા દીપડાને પકડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેના મારણ સાથે પાંજરા મુકવામાં આવ્યાં છે. પરંતુ હજુ સુધી એકપણ દીપડો પાંજરે પુરાયો નથી જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Leopard, Saurastra, Visavadar, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन