અતુલ વ્યાસ, જૂનાગઢઃ જૂનાગઢ (Junagadh) તાલુકાના ના વડાલ નજીક આવેલ કેરાળા ગામે ગત રાત્રે ખેલાયો હતો. ખૂની ખેલ (murder case) જેમા માતા પુત્ર યમદૂત બનીને પોતાના ધરના મોભીની હત્યા કરી નાંખી હતી. પોલીસમાંથી (police) જાણવા મળતી વિગતો મુજબ મૃતક દીપક ચંદુભાઈ કુડેચા કેરાળા ગામે આવેલી વાડીએ પોતાની પત્ની, દીકરા અને દીકરી સાથે પરીવાર સાથે રહેતો હતો અવારનવાર ધર્મા ઝગડા થતા હતા પણ પરિવારજનોની સમજાવટથી કંકાસ આગળ વધતો નહી.
પણ ગઈ કાલે રાત્રે ફરી પરિવારમા ઝગડો થયો હતો અને ઝગડો એટલો ઉગ્ર બની ગયો હતો કે મૃતક દીપક ની પત્ની વીજયા, દીકરો જયેશ ખેત ઓજાર કોદાળી વડે દીપક ઉપર તુટી પડ્યા હતા અને કોદાળી તેમજ લાકડીથી દીપકના માથાના ભાગે ઉપરા-ઉપરી ઘા કરતા દીપક તયા ઢળી પડ્યો હતો અને તેનુ પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ.
બનાવ બાદ આસપાસની વાડી વાળાઓએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતકની બોડીને પી. એમ માટે રવાના કરાઈ હતી. ત્યાર બાદ પોલીસે તેમના પરિવાર જનોના નિવેદન લેતા મૃતક દીપકની માતાએ દીપકની પત્ની વિજયા, પુત્ર જયેશ તેમજ દીકરી એકતા વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે માતા પુત્રની અટક કરી કરી હતી.
અને તેમના કોરોના ટેસ્ટ માટે રવાના કરવામા આવ્યા છે. દીકરી એકતાનો હાલ કોઈ રોલ સામે આવ્યો નથી એટલે પોલીસે તેની અટક કરી નથી પણ તપાસ મા બહાર આવશે તો તેની ધરપકડ કરવામાં આવશે.
હાલ માતા-પુત્રના રીપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે પણ હાલ તો ઘર કંકાસને લઈને બનાવ બન્યો હોવાનુ સામે આવ્યુ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર