જૂનાગઢઃ માતા-પુત્રીએ કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ અકબંધ

News18 Gujarati
Updated: February 16, 2019, 8:42 PM IST
જૂનાગઢઃ માતા-પુત્રીએ કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ અકબંધ

  • Share this:
જૂનાગઢના વિસાવદર તાલુકાના સરસઇ ગામે માતા-પુત્રીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જો કે બંનેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની હોસ્પિટલમાં તબિયત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વિસાવદરના સરસઇ ગામે ખેત મજૂરી કરતાં માતા-પુત્રીએ ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. દવા પીધા બાદ અન્ય લોકોને જાણ થતાં બંનેને પહેલા વિસાવદર અને ત્યારબાદ જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, દવા પીનાર પુત્રી સગીર હોવાનું સામે આવ્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ શહીદ મહેશ યાદવના બાળકોએ કહ્યું- PM મોદી લેશે આતંકીઓ સામે બદલો

આપઘાત બાદ પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં માતાનું નામ મધુબેન કોળી (ઉં.વ. 55) અને પુત્રીનું નામ દયા ગુલાબ કોળી (ઉં.વ.16) હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ માતા-પુત્રીએ ક્યા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે હાલ કોઇ માહિતી સામે આવી નથી, તો બીજી બાજુ સગીરના પિતાનું કહેવું છે કે તેને પણ ખબર નથી કે માતા-પુત્રીએ કેમ દવા પીધી.
First published: February 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading