Home /News /kutchh-saurastra /

ગિરનાર રોપ-વેના આ નજારાએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા! તમે પણ જોઈને કહેશો 'વાહ અદ્દભૂત'

ગિરનાર રોપ-વેના આ નજારાએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા! તમે પણ જોઈને કહેશો 'વાહ અદ્દભૂત'

ચોમાસામાં

ચોમાસામાં વરસાદના આગમન પછી, ગિરનારની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે! ગીરનાર રોપ-વે માંથી દ્રશ્યમાન થતાં તેના અદ્દભુત દ્રશ્યો પ્રવાસી?

ચોમાસામાં વરસાદના આગમન પછી, ગિરનારની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે! ગીરનાર રોપ-વે માંથી દ્રશ્યમાન થતાં તેના અદ્દભુત દ્રશ્યો પ્રવાસી?

    ચોમાસું (Monsoon)  આવતા જ ધરતી લીલી ચાદર ઓઢી લે છે! એમાંય જો વાત ગિરનારની (Girnar) ધરતીની કરવામાં આવે તો, ચોમાસું આવતા જ અહીંના જંગલો લીલાંછમ બની જાય છે, જેના કારણે સમગ્ર ગિરનાર ક્ષેત્ર હરિયાળું બની જાય છે. જેની સુંદરતાની વાતો કરતાં કરતાં તો ભલભલા કવિઓ થાકી જાય, તો પણ પૂરું વર્ણન થઈ શકતું નથી!

    જૂનાગઢમાં (Junagadh) ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે. ગત રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગીરનાર જંગલમાં ભારે વરસાદથી જૂનાગઢની સોનરખ, કાળવા અને ઓઝત નદીમાં પુર આવ્યું હતું. એટલું જ નહીં, ગીરનારના પગથિયા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યાં હતાં.

    જૂનાગઢમાં ગત રવિવારે અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ થતાં સમગ્ર જીવસૃષ્ટિમાં નવા પ્રાણ પુરાયા છે! વાત ગિરનારની કરીએ તો, અહીની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેની અલભ્ય ઝાંખી કરવા તેમજ ગિરનારની યાત્રા કરવા દૂર દૂરથી પ્રવાસીઓ ગીરનાર આવી રહ્યાં છે. ગીરનાર પર્વતની યાત્રાને સરળ બનાવતા રોપ-વે દ્વારા ગીરનારની પ્રકૃતિના દર્શન કરવા એ જીવનનો એક લ્હાવો છે!

    ગીરનારની તળેટીમાંથી રોપ-વે માં બેસીને પ્રવાસીઓ માં અંબાજીના મંદિર સુધી જઈ શકે છે. એ દરમિયાન રોપ-વે જેમ જેમ ઉપરની તરફ આગળ વધે છે, ત્યારે ગીરનાર પર્વતમાળાની લીલી વનરાઈ જોઈને કોઈપણ પ્રવાસી મંત્રમુગ્ધ થઈ જાય છે! એમાંય જો વાતાવરણ ચોખ્ખું હોય તો તો, વાદળો સાથે વાતો કરતાં ગરવા ગીરનારના દર્શન પણ થાય! રોપ-વેની ઊંચાઈ પરથી નીચે રહેલ ગિરનાર સીડી તેમજ વરસાદ ચાલુ હોય તો, ગિરનાર પરથી ખળખળ વહેતા મનોહર ઝરણા પણ જોવા મળે!

    ચોમાસામાં ગિરનારની આ ધરતી સ્વર્ગ કરતાં પણ વધુ રળિયામણી બની જાય છે, અહીં આવતા પ્રવાસીઓ ગિરનારની આ મુલાકાતને આજીવન યાદી બનાવીને પોતાની સાથે લઈ જાય છે.
    First published:

    Tags: Girnar, Girnar in Monsoon, Junagadh news, Ropeway, Tourist, ગુજરાતી ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन