Home /News /kutchh-saurastra /જૂનાગઢ : 4 વર્ષની કેન્સર પીડિત બાળકીને સાજી કરવા 9 કલાકની જટિલ સર્જરી કરવામાં આવી, દેશનો પ્રથમ કિસ્સો

જૂનાગઢ : 4 વર્ષની કેન્સર પીડિત બાળકીને સાજી કરવા 9 કલાકની જટિલ સર્જરી કરવામાં આવી, દેશનો પ્રથમ કિસ્સો

જૂનાગઢની ઝેનાબને મળી નવી જિંદગી, તબીબોએ કરી જટિલ સર્જરી

જાણો કેવી રીતે થઈ જૂનાગઢની ચાર વર્ષીય ઝેનાબની સર્જરી અને કેવી રીતે તેને કેન્સરમાંથી મુક્તિ મળી? રૂપિયા 8થી 10 લાખની ખર્ચાળ સર્જરી ન?

  ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) ના તબીબોએ ફરી એક વખત પોતાની કાર્યક્ષમતાનો પરચો બતાવ્યો છે. જૂનાગઢની (Junagadh) ચાર વર્ષની કેન્સર પીડિત (Cancer victim) બાળકીના જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી (Microvascular Surgery) દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવ્યું હોય તેવો દેશમાં આ પ્રથમ કિસ્સો છે, તેમ જી.સી.આર.આઇ.ના તબીબોએ જણાવ્યું છે. દેશ અને વિશ્વમાં દુર્લભ ગણી શકાય તેવી 4 વર્ષના કેન્સરગ્રસ્ત બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવીને તબીબોએ સફળતાપૂર્વક તેની પ્લાસ્ટીક સર્જરી કરી છે.

  ભવનાથ તળેટીમાં રહેતા ઝેનાબને જડબાના ભાગમાં સાર્કોમાં ગાંઠ જોવા મળી હતી, જે દુર્લભ ગાંઠ 4 વર્ષની બાળકીમાં જોવા મળી તેવો પ્રથમ કિસ્સો છે. જેથી તેમનો પરિવાર ચિંતાતુર બન્યો. વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા એ તબીબો પણ આ પ્રકારની ગાંઠ જોઇ સ્તબ્ધ રહી ગયા. જે તબીબોએ ઝેનાબના પરિવારજનોને આવા ગંભીર પ્રકારની સર્જરી ફક્ત અમદાવાદની સિવિલ મેડિસિટીની જી.સી.આર.આઇ. ઇન્સ્ટીટ્યુટમાં જ શક્ય હોવાનું જણાવી જી.સી.આર.આઇ. મોકલ્યા હતા.

  માઇક્રોવેસ્ક્યુલર સર્જરીને કોઠાસુઝ અને પોતાના અનુભવથી સફળતાપૂર્વક પાર પાડનારા પ્લાસ્ટિક સર્જન ડૉ. હેમંત સરૈયા કહે છે કે, ઝેનાબના કિસ્સામાં કેન્સરગ્રસ્ત જડબાનો ભાગ કાઢવામાં ન આવે તો, મોઢાના અન્ય ભાગમાં કેન્સર ફેલાવાની શક્યતા પ્રબળ હતી. જે બાળકીના જીવને જોખમમાં મૂકી શકે, ત્યારે કેન્સરગ્રસ્ત જડબું કાઢીને ફરી વખત બનાવવા માટે બાળકના પગનું હાડકુ આરીથી કાપીને જડબાના સ્વરૂપમાં રૂપાતંરિત કરવું પડ્યું.

  ઓપરેશન કરતી વખતે તેઓએ સૌપ્રથમ ગળામાં કાણું પાડીને શ્વાસ માટેની હંગામી વ્યવ્સથા ગોઠવી અને  કેન્સરગ્રસ્ત જડબું કાઢી નાંખાવમાં આવ્યું. ત્યારબાદ બાળકીના ડાબા પગનું હાડકું, લોહીની નળીઓ ચામડી સાથે લેવામાં આવી. કાપેલા નવા હાડકાને જડબાના માપ મુજબ આકાર આપવામાં આવ્યો. ત્યારબાદ તેને સપોર્ટ અને મજબૂતાઇ માટે ટાઇટેનીયમની પ્લેટ્સ અને સ્ક્રુ સાથે બેસાડવામાં આવ્યા.

  ત્યારબાદ આ ફ્લેપની ત્રણ લોહીની નળીઓને કે જે વાળ જેટલી પાતળી હતી તેને ગળાની અને મગજનાં ભાગમાંથી રક્તવહન કરતી નળીઓ સાથે માઇક્રોસ્કોપની મદદથી ગળાના ભાગને ૮ થી ૧૦ ગણું મોટું કરી જોડવામાં આવી. આમ લોહીનું પરિભ્રમણ પુન:કાર્યરત થયું.

  ઓપરેશન બાદ આ નળીઓ સંકોચાઇ ન જાય અને લોહીનો ગઠ્ઠો આવી જવાથી બ્લોક ન થઇ જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું. ૯ કલાકની અતિજટીલ સર્જરીના અંતે ઝેનાબની પીડાનો સુખદ અંત આવ્યો. હવે તે પીડામૂક્ત થઇ નીરાંતની નીંદર લઇ રહી છે. આગામી સમયમાં ઝેનાબની ફીઝીયોથેરાપી કસરતની શરૂઆત કરવામાં આવશે અને થોડા સમયબાદ નવા દાંત પણ નાંખવામા આવશે. આ તમામ પરિસ્થિતિ સાથે જી.સી.આર.આઇ.ના પ્લાસ્ટીક સર્જન ડૉ. હેમંત સરૈયા, ડૉ.પ્રીતમ અને કેન્સર સર્જન ડૉ.ઉમાંક ત્રિપાઠી અને ટીમે આ પડકારજનક ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું. આ સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પડ્યા બાદ અને પોતાના દીકરીને પીડામૂક્ત જોઇ પરિવારજનો ભાવવિભોર થયા હતા. રૂપિયા 8થી10 લાખ જેટલી ખર્ચાળ અને અતિજટીલ સર્જરી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા અને અતિજોખમી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવા બદલ લાગણીસભર આભાર માન્યો હતો.
  First published:

  Tags: Cancer, Caner surgery, Junagadh news, Operation, Surgery, આરોગ્ય

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन