Home /News /kutchh-saurastra /

જૂનાગઢ : એમ.જી.રોડના વેપારીઓ થયાં લાલઘૂમ; તહેવાર ટાણે જ રસ્તામાં થતાં ખોદકામ વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ

જૂનાગઢ : એમ.જી.રોડના વેપારીઓ થયાં લાલઘૂમ; તહેવાર ટાણે જ રસ્તામાં થતાં ખોદકામ વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ

M

M G Road

Junagadh News : જૂનાગઢ એમ.જી.રોડ પર પાઇપલાઇન નાખવા માટે નવો-નકોર રોડ ફરીથી ખોદવામાં આવતા સ્થાનિક વેપારીઓએ લાલધુમ થઈને તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે

    જૂનાગઢમાં ચોમાસાની ઋતુ જતાં (Junagadh Monsoon)  જ તમામ મુખ્ય રસ્તાઓનું ધનોત-પનોત નીકળી ગયું છે, ત્યારે જ્યાં હજુ થોડા મહિના પહેલા જ રસ્તાની કામગીરી કરી રસ્તાનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, એવા એમ.જી.રોડને (MG Road Junagadh)  ફરીથી ખોદતાં સ્થાનિક વેપારીઓ તંત્ર સામે લાલઘૂમ થયાં છે. ઉપરથી દિવાળી (Diwali)  જેવા તહેવારો આવતા હોય, ત્યારે જ આ રસ્તાનું ખોદકામ કરીને તંત્ર મોટો જુલમ કરી રહ્યું હોય તેવું વેપારીઓ જણાવી રહ્યાં છે.

    જૂનાગઢ શહેરના એમ.જી.રોડને ગત ચોમાસા (Junagadh Monsoon)  પહેલા જ નવું રૂપ આપીને ચાલવા યોગ્ય કરવામાં આવ્યો છે, એ પહેલા આ રસ્તાની હાલત એવી હતી કે, અહીંથી કોઈ રાહદારીઓ પસાર થવા માટે રાજી ન્હોતા થતાં. એવામાં વેપારીઓએ કરેલા ઉગ્ર આંદોલનો પછી એમ.જી.રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું, સ્થાનિકોના કહેવાય મુજબ રસ્તા ઉપર ડામરના બે લેયર પાથરવામાં આવ્યા હતા, જ્યારે હજુ એક લહેર મારવાનો બાકી રખાયો હતો.

    ગત ચોમાસામાં જૂનાગઢ માથે પડેલા ભારે વરસાદને કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેમાં એમ.જી.રોડ પર પણ અમુક હદે રસ્તો ધોવાઈ ગયો છે. જ્યાં સારો ચાલવા યોગ્ય રસ્તો છે, ત્યાં હવે પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરીને રસ્તો તોડવામાં આવી રહ્યો છે. જેથી કરીને તંત્રના આવા બેફિકરાઈ ભરેલા વલણ સામે સ્થાનિક વેપારીઓએ લાલ આંખ કરી છે.

    સ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે; દિવાળીના તહેવારો નજીકમાં જ છે, ત્યારે ઘરાકીના સમયે જ તંત્ર દ્વારા આવું કોઈ કામ હાથ ધરવામાં આવે છે. થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલ રોડને તોડીને પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, પણ એ કામ પૂર્ણ થયા બાદ ખાડા પુરીને તેને યોગ્ય કરવા માટેની કોઈ ટાઈમ લિમિટ આપવામાં આવતી નથી! જેની સીધી અસર ઘરાકી પર પડે છે. ખરાબ રસ્તાના કારણે કોઈ ગ્રાહક અહીથી નીકળતું નથી અને કદાચ નીકળે તો પણ ધૂળની ઊડતી ડમરીઓ અને બિસ્માર રસ્તાને કારણે ખરીદી માટે ઊભું રહેતું નથી! ત્યારે તાત્કાલિક ધોરણે કાં’તો આ કામગીરી બંધ કરવામાં આવે, કાં’તો જલ્દીથી જલ્દી કામગીરી પૂર્ણ કરીને રસ્તાને યોગ્ય કરવામાં આવે તેવી માંગ સ્થાનિક વેપારીઓ કરી રહ્યાં છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Junagadh news, જૂનાગઢ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन