Home /News /kutchh-saurastra /

Junagadh: લગ્નસરા પૂરાં થયાં હોવા છતાં, બજારમાં ઘરાકી યથાવત! જાણો આ રહ્યું કારણ

Junagadh: લગ્નસરા પૂરાં થયાં હોવા છતાં, બજારમાં ઘરાકી યથાવત! જાણો આ રહ્યું કારણ

Junagadh

Junagadh Market

ગત લગ્નસરામાં જૂનાગઢની બજારોમાં ઘરાકીથી એક સુંદર માહોલ તૈયાર થયો હતો, જે છેલ્લા 19 વર્ષ પછી સર્જાયો હોય, તેવું સ્થાનિક વેપારીઓ (Merchants) કહી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ (Covid-19) ઘટ્યા પછી લગ્નસરાની ઘરાકી ખુબજ સારી રહી.

    Junagadh News: લગ્નસરા (Marriage Season) પુરા થઈ, કમુહૂર્તાની શરૂઆત થી હોવા છતાં બજારમાં (Junagadh Market) ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. ગત લગ્નસરામાં જૂનાગઢની બજારોમાં ઘરાકીથી એક સુંદર માહોલ તૈયાર થયો હતો, જે છેલ્લા 19 વર્ષ પછી સર્જાયો હોય, તેવું સ્થાનિક વેપારીઓ (Merchants) કહી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ (Covid-19) ઘટ્યા પછી લગ્નસરાની ઘરાકી ખુબજ સારી રહી. એટલું જ નહિ, આગામી વર્ષ 2022ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં આવી રહેલા લગ્નગાળાને લઈને લોકોએ અત્યારથી જ ખરીદી શરૂ કરી દીધી છે.

    ક્લોથ એન્ડ રેડિમેડ એસો. ના ઉપપ્રમુખ હિતેશભાઈ સંઘવીના જણાવ્યાં અનુસાર; ગત લગ્નસરાની સિઝનમાં જૂનાગઢની બજારોમાં ઘરાકી ખુબજ સારી રહી. જેમ વર્ષ 2002 માં ગોધરા કાંડ થયાં પછી, પાંચ મહિના માર્કેટ બંધ રહી હતી, પ્રસંગો બંધ રહ્યાં હતાં. એ પછી જે ઘરાકી નીકળી હતી, તેવી ઘરાકી આજે 19 વર્ષ પછી ફરી જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને, ગત વર્ષોમાં કોરોનાને લઈને કેટલાક પરિવારોએ લગ્નપ્રસંગને મુલતવી રાખ્યાં હતાં, તેવા લોકોની ઘરાકી જોવા મળી છે.

    લગ્નસરામાં ખરીદી એટલી ભરપુર રહી કે, વેપારીઓ દરરોજ રાત્રે 9-10 વાગ્યા સુધી વેપાર કરતાં, એટલું જ નહીં રવિવારે પણ ટ્રાફિક હોવાને કારણે વેપારીઓ બપોરે 4-5 વાગ્યા સુધી વેપાર કરતાં જોવા મળ્યાં.
    જે ઘરાકી ફક્ત મોટા વેપારીઓને ત્યાં જ નહિ, પરંતુ નાના વેપારીઓને ત્યાં પણ એટલી જ ઘરાકી જોવા મળી છે. ચાલુ વર્ષે લગ્નસરાની ખરીદી કરવા ચારે તરફથી ઘરાકો ઉમટ્યા હતાં અને મન ભરીને ખરીદી કરી છે. તેઓએ કાપડ એન્ડ રેડિમેડના ભાવ વધારા વિષે વાત કરતાં જણાવ્યું કે, ઉપરથી આવતાં હેંડીક્રાફ્ટ માલની સખત અછત છે. જેમાં; બાંધણી, પટોળા જેવા પોશાકો જે કારીગરો હાથથી તૈયાર કરે છે, એ વસ્તુ તાત્કાલિક બનાવવી શક્ય નથી, ત્યારે એવા ખાસ પોશાકમાં ભાવ વધારો પણ જોવા મળ્યો છે.

    આગામી સમયમાં જ્યારે સરકાર કાપડ ઉપર 12% જીએસટી લગાવવા જઈ રહી છે, જેને હિસાબે કાપડ મોંઘું થવાની સંભાવના છે, ત્યારે આગામી વર્ષ 2022ના માર્ચના લગ્નસરાની ખરીદી લોકો અત્યારથી જ કરી રહ્યાં છે. લગ્નસરા પુરા થઈ, કમુહૂર્તાની શરૂઆત થઈ છે, તેમ છતાં બજારમાં ઘરાકી જોવા મળી રહી છે. કમુહૂર્તા બેઠાં હોય, એવો સહેજ પણ ભાષ થતો નથી! આગામી દિવસોમાં ઘરાકી હજુ વધુ સારી થવાના એંધાણ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Coronavirus, Gujarati News News, Junagadh news

    આગામી સમાચાર