Home /News /kutchh-saurastra /જૂનાગઢમાં અપસેટઃ મશરૂએ પોતાની હાર માટે ભાજપના કાર્યકરો સામે ચીંધી આંગળી

જૂનાગઢમાં અપસેટઃ મશરૂએ પોતાની હાર માટે ભાજપના કાર્યકરો સામે ચીંધી આંગળી

આ બેઠક પર મશરૂ 1990થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે, પોતાના સામે આક્ષેપો કરનારને કોર્ટમાં લઈ જવાની ચીમકી

આ બેઠક પર મશરૂ 1990થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે, પોતાના સામે આક્ષેપો કરનારને કોર્ટમાં લઈ જવાની ચીમકી

    જૂનાગઢ બેઠક પરથી ભાજપના મહેન્દ્ર મશરૂનો કારમો પરાજય થયો. મશરૂએ આભારસભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં તેમણે ભાજપના કાર્યકરોના વિરોધમાં નારાજગી પણ વ્યક્ત કરી હતી.

    જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભામાં ચાર બેઠકો પર કોંગ્રેસે અને એક બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે ત્યારે જૂનાગઢ સીટ પરથી હારી જનારા મહેન્દ્ર મશરૂએ આભાર સભા કરી કરી હતી. તેમણે હાર સ્વીકારી હતી સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તો ભાજપના કાર્યકરો સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

    જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભામાં ચાર પર કોંગ્રેસ અને એક બેઠક પર ભાજપનો વિજય થયો છે. જૂનાગઢ વિધાનસભા સીટ પર અપસેટ સર્જાયો હતો, છેલ્લા 27 વર્ષથી જૂનાગઢ વિધાનસભાનું પ્રતિનિધત્વ કરનાર ભાજપ મહેન્દ્ર મશરૂને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ તેમણે શહેરના કાળવા ચોક ખાતે આભારસભાનું આયોજન કર્યું હતું અને કાર્યકરો અને મતદારોનો અભાર માન્યો હતો.

    સાથે 2017ની ચૂંટણીમાં મહેન્દ્ર મશરૂ પર અનેક આક્ષેપો થયા હતા. તમામ આક્ષેપોનો તેણે રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મારી પર ખોટા આક્ષેપ કરનાર ને હું કોર્ટમાં લઇ જવાનો છું. ભાજપના કાર્યકરો પ્રત્યે નારાજગી બતાવી જાહેર મંચ પરથી તેમણે ભાજપના કાર્યકરોએ ગદ્દારી ન કરવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
    First published:

    Tags: Assembly election 2017, Gujarat assembly election results, Gujarat assembly election results 2017, Gujarat assembly polls result, Gujarat assembly polls result 2017, Gujarat Election 2017, Gujarat election results 2017, Himachal pradesh election results, જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો