અતુલ વ્યાસ, જૂનાગઢ : આજથી સંતોના રહેણાંક એવા ભવનાથમાં (shivratri fair Junagadh) મહાશિવરાત્રીનો મેળો શરૂ થઈ રહ્યો છે. જોકે, કોરોના વાયરસના કેસના (Coronavirus) કારણે તંત્ર સાબદું થયું છે અને સામાન્ય માણસને ભવનાથનો મેળો માણવા નહીં મળે. સરકાર દ્વારા આ વર્ષે ભવનાથનો મેળો લોકમેળો ન યોજવાની જાહેરાત કરી છે. જોકે, સાધુ સંતો તેમની તમામ વિધિઓઓ કરી શકશે અને તમામ પરંપરા જળવાઈ રહેશે.
આ મેળો આ વર્ષે લોક મેળો નહીં પરંતુ સાધુઓનો મેળો બની રહેશે. મેળો શરૂ થતા પહેલાં મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુએ જણાવ્યું હતું કે ધ્વજા રોહણ સાથે મેળો શરૂ થશે પરંતુ આ મેળો સાધુઓનો જ મેળો હશે. બાકી રવાડી, શાહી સ્નાન અને અન્ય તમામ કાર્યક્રમો ધામધૂમથી જ યોજવામાં આવશે.'
આ પણ વાંચો : રાજકોટ : હોમગાર્ડના જવાનને ચાલુ વાહને પિચકારી મારવી પડી ભારે, બબાલનો LIVE Video વાયરલ
રવિવારે સવારે 10 વાગ્યે ભવનાથ મહાદેવની ધ્વજાહોરણ સાથે શિવરાત્રિના મેળાનો પ્રારંભ થશે. ધ્વજારોહણ બાદ અગ્નિ અખાડા, જૂના અખાડા, આવાહ્ન અખાડાએ પણ ધ્વજારોહણના કાર્યક્રમ થશે. આ ઉપરાંત ભવનાથમાં આવેલા ભારતી આશ્રમ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ, ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ, સહિતના આશ્રમોમાં પણ ધાર્મિક કાર્યક્રમો શરૂ થશે.
ખેડામાં ફાગણી પૂનમનો ઉત્સવ પણ બંધ રહેશે
જિલ્લાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર રાજા રણછોડની ભૂમિએ ઉત્સવોની ભૂમિ છે, વર્ષ દરમિયાન અસંખ્ય ઉત્સવો ઉજવાય છે, પણ ડાકોરના ઠાકોરના ભક્તો માટે ફાગણી પૂનમ 5 દિવસના ઉત્સવનો મહિમા અનેરો છે.
આ પણ વાંચો : રાજકોટ : 'યહા સિર્ફ રાજદીપ કન્સ્ટ્ર્કશન કા રાજ ચલચતા હે, દોબારા મત આના,' રોડ બનાવતી કંપનીના માણસો પર હુમલો
ફાગણ સુદ અગિયારસથી ફાગણ સુદ પૂનમ આ પાંચ દિવસનો ઉત્સવ એ ફાગણી પૂનમ ઉત્સવ તરીકે ઓળખાય છે અને રાજ્ય ભરમાંથી લાખ્ખો શ્રધ્ધાળુ ડાકોર ફાગણી પૂનમ ચાલતા દર્શન એ આવે છે, પણ આ વર્ષે કોરોના મહામારીના પગલે ફાગણી પૂનમ ઉત્સવ ખેડા જિલ્લા કાલકેટરની સૂચનાથી બંધ રાખવામાં આવેલ છે.