'દેને કો ટુકડા ભલા, લેને કો હરિ કા નામ' આ સૂત્ર આપનારા વિશ્વ વંદનીય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 222મી જન્મજયંતિની અનેક જગ્યાએ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, ત્યારે જૂનાગઢ શહેરમાં પણ જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે.
પૂજ્ય જલારામ બાપાએ પોતાનું સમગ્ર જીવન પ્રભુ ભક્તિ અને માનવસેવામાં સમર્પિત કર્યું હતું, ત્યારે જલારામ બાપાની જન્મજયંતિના શુભ અવસરે શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ તા.11મી નવેમ્બરના રોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલ મહા રક્તદાન કેમ્પમાં અનેક રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ પણ રક્તદાન કરી, સૌ કોઈને રક્તદાન કરવા માટે પ્રેરણા આપી હતી.
જલારામ બાપાની 222મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આઝાદ ચોક ખાતે આવેલ જલારામ મંદિરની જગ્યામાં 222 દિવડાની આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર રાજેશ તન્ના, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ડે.મેયર અને કોર્પોરેટર ગીરીશભાઈ કોટેચા સહિતના અનેક આગેવાનો અને ભાવિકગણોએ આરતી કરી જલારામ બાપાના આશીર્વાદ મેળવ્યાં હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર