Home /News /kutchh-saurastra /

કલેક્ટર કચેરી પાસે જ ગંદકીવાડો; પ્રાથમિક સુવિધાઓથી વંચિત સ્થાનિકોએ મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી...

કલેક્ટર કચેરી પાસે જ ગંદકીવાડો; પ્રાથમિક સુવિધાઓથી વંચિત સ્થાનિકોએ મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી...

Collector

Collector Kacheri

જૂનાગઢ કલેક્ટર કચેરીની બાજુમાં જ ગંદકીના ગંજ ખડકાયા છે, સ્થાનિકોને પૂરતી પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી રહી...

  Junagadh News : જૂનાગઢ આમ જોઈએ તો સમસ્યાનું ગઢ છે! જૂનાગઢ કલેક્ટર કચેરીની નજીક આવેલા ઘાચીપટ વિસ્તારમાં એટલો ગંદકીવાડો છે કે, સ્થાનિકોનું અહીં રહેવું મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં, અહીંયાના સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ જેવીકે; રસ્તા, પાણી, ગટર વગેરે સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવ્યાં છે.

  જૂનાગઢ કલેક્ટર કચેરીને અડીને જ આવેલ ઘાચીપટ વિસ્તારમાં ગંદકીએ માજા મૂકી છે. ચોમાસાની ઋતુ નથી, તેમ છતાંય ઘાચીપટ વિસ્તારની હાલત હાલ બદતર જોવા મળી રહી છે. પ્રશાસન આ વિસ્તારની એકપણ વાર મુલાકાત કરતું નથી, સ્થાનિકોને જણાવ્યા મુજબ; અહીંયા તો પીવાનું પાણી, રસ્તા કે ગટર જેવી કોઈ સુવિધાઓ છે જ નહીં! રસ્તા એટલા ખરાબ હાલતમાં છે કે, આપત્તીજનક સંજોગોમાં એમ્બ્યુલન્સ કે રિક્ષા આવી શકે, એવું પણ નથી!

  આ પણ વાંચોઃ-ખેડાઃ કઠલાલના ચૌહણપુરામાં રીસામણે ગયેલી પત્નીને તેડવા ગયો પતિ, તકરાત થતાં પતિએ કરીનાંખી હત્યા

  બેહાલ બનેલા સ્થાનિકોએ તંત્ર સામે હાથ જોડીને વિનંતી કરી કે, અમને પાણી, ગટર અને રોડની વ્યવસ્થા કરી આપો. બીજું અમને કઈ નથી જોતું! જો આ પ્રાથમિક સુવિધાઓ નહિ મળે, તો એકપણ વ્યક્તિ મતદાન કરશે નહીં, તેવી ચીમકી ઉચ્ચારી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Junagadh news, જૂનાગઢ

  આગામી સમાચાર