Home /News /kutchh-saurastra /

Junagadh news: ઉપરકોટમાં 55 ચિત્રકારોએ બનાવ્યાં લાઈવ પેઇન્ટિંગ

Junagadh news: ઉપરકોટમાં 55 ચિત્રકારોએ બનાવ્યાં લાઈવ પેઇન્ટિંગ

Live

Live painting

જૂનાગઢ આર્ટ સોસાયટી (Art Society Junagadh) દ્વારા જૂનાગઢ ઐતિહાસિક, પૌરાણિક અને કુદરતી દ્રશ્યોને ગુજરાત ભરના નામાંકિત ચિત્રકારો (Gujarat Artist) દ્વારા કલર અને પીંછીના માધ્યમથી કેનવાસ ઉપર કંડારવાનો એક ઐતિહાસિક કાર્યક્રમ (Historical event) આજરોજ તા.11મી ડિસેમ્બરથી શરૂ થયો છે.

વધુ જુઓ ...
    Junagadh: જૂનાગઢમાં સૌપ્રથમ વખત એક ઐતિહાસિક કલાત્મક કાર્યક્રમ (Historical art program ) યોજાઈ રહ્યો છે. જૂનાગઢ આર્ટ સોસાયટી (Art Society Junagadh) દ્વારા જૂનાગઢ ઐતિહાસિક, પૌરાણિક અને કુદરતી દ્રશ્યોને ગુજરાત ભરના નામાંકિત ચિત્રકારો (Gujarat Artist) દ્વારા કલર અને પીંછીના માધ્યમથી કેનવાસ ઉપર કંડારવાનો એક ઐતિહાસિક કાર્યક્રમ (Historical event) આજરોજ તા.11મી ડિસેમ્બરથી શરૂ થયો છે. આજે આખો દિવસ દરમિયાન બનાવેલાં ચિત્રોનું આવતીકાલે તા.12મી ડિસેમ્બરના રોજ જૂનાગઢમાં ચિત્ર પ્રદર્શન (Exhibition) યોજાશે.

    જૂનાગઢને જેમ અઢળક પ્રાકૃતિક વારસો મળ્યો છે, એમ ઐતિહાસિક અને કલાત્મક વારસો પણ પ્રાપ્ત થયો છે, એ વારસાને ઉજાગર કરવા જૂનાગઢમાં સૌપ્રથમ વાર આર્ટ સોસાયટી જૂનાગઢ દ્વારા ઐતિહાસિક, પૌરાણિક અને કુદરતી દ્રશ્યોને નામાંકિત ચિત્રકારો દ્વારા જળરંગો અને પીંછીના માધ્યમથી કેનવાસ ઉપર ઉતારવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આજરોજ તા.11મી ડિસેમ્બરના રોજ જૂનાગઢના ઉપરકોટ ખાતે અંદાજે 55 થી વધારે ચિત્રકારોએ ભાગ લીધો છે. જેમાં 23 જેટલા ચિત્રકારો જૂનાગઢના જ છે. આ કાર્યક્રમમાં નવોદિત અને અનુભવી એમ બંને પ્રકારના ચિત્રકારોએ ભાગ લીધેલ છે.

    ઉપરકોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ કલાકારોએ ઉપરકોટ કિલ્લાના જુદાજુદા હિસ્સાનું લાઈવ પેઇન્ટિંગ બનાવ્યું છે. જેનું પ્રદર્શન આગામી તા.12મી ડિસેમ્બર, 2021 ના રોજ પ્રેરણાધામ, ભવનાથ ખાતે બપોરે 3 થી 4.30 દરમિયાન યોજવામાં આવશે. કલાકારો દ્વારા તૈયાર થયેલ સુંદર મજાના ચિત્રો લોકો પોતાના ઘર કે ઓફિસમાં રાખી શકે, તેવા હેતુથી તેનું વેંચાણ પણ કરવામાં આવશે.

    આર્ટ સોસાયટી જૂનાગઢ દ્વારા થયેલ આ આયોજનમાં રાજસ્થાનથી પધારેલા ગિરીશ ચોરસિયાનું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું. જેઓએ નવોદિત કલાકારોને જરૂરી માર્ગદર્શન આપી, પ્રેરણા પુરી પાડી હતી. જૂનાગઢમાં ચિત્રકલાનો સતતને સતત વિકાસ થાય અને નવોદિત કલાકારો અને બાળકોને ચિત્રકલા વિશેની બારીક માહિતી પ્રાપ્ત થઈ શકે, તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું.
    First published:

    Tags: Gujarati News News, Junagadh news, Painting

    આગામી સમાચાર