Home /News /kutchh-saurastra /

જૂનાગઢઃ પાંજરામાં રાખેલું બકરું દીપડો ઉઠાવી ફરાર, લોકોમાં ભય

જૂનાગઢઃ પાંજરામાં રાખેલું બકરું દીપડો ઉઠાવી ફરાર, લોકોમાં ભય

ફાઇલ તસવીર

બે ત્રણ દિવસ પહેલા જૂનાગઢના વિસાવદરના કાકચીયાળામાં ઘરમાં ઘૂસીને દીપડાએ મહિલાને ફાડી ખાધી હતી.

    અતુલ વ્યાસ, જૂનાગઢઃ જૂનાગઢના વિસાવદરના કાકચીયાળામાં દીપડાએ એક મહિલાને ફાડી ખાધાની ઘટના તાજેતરમાં બની હતી. આ ઘટના બાદ પગના પંજા વીહોણી એક દીપડી પકડાઇ હતી. તો બીજી તરફ બુધવારે મોડી રાત્રે વધુ એક દીપડો મૃતક મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. જોકે, કોઇ ઘરની ઓસરીમાં ન હોવાથી કોઇ દુઃખદ ઘટના બની ન્હોતી. જોકે, આ અંગે જાણ થતાં ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અને વન વિભાગને જાણ કરી હતા. વનવિભાગની ટીમ ગામમાં દોડી આવી હતી.

    મળતી માહિતી પ્રમાણે બે ત્રણ દિવસ પહેલા જૂનાગઢના વિસાવદરના કાકચીયાળામાં ઘરમાં ઘૂસીને દીપડાએ મહિલાને ફાડી ખાધી હતી. ત્યારબાદ વનવિભાગે પગના પંજા વિહોણી એક દીપડીને પકડી પાડી હતી. જોકે, બુધવારે રાત્રે વધુ એક દીપડો મૃતક મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. જોકે, સદનસીબે કોઇ વ્યક્તિ ઓસરીમાં સૂતાં ન હતા. નહીંતર ફરી એકવાર દુર્ઘટના સર્જાઈ હોત.

    આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ

    મનાવભક્ષી દીપડાની જાણ કરતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, વનવિભાગે બકરું મુકીને પાંજરું ગોઠવ્યું હતું જોકે, મનાવભક્ષી દિપડો બકરુ ઉઠાવી ગયો હતો. પાંજરું બંધ ન થતાં દિપડો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

    વધુ એક વાર વનવિભાગની ઘોર બેદરકારી સામે આવી હતી. આમ ફરાર દીપડા ખુલ્લો ફરતા કાકચીયાળા ગામમા ભયનો માહોલ ઉભો થયો છે. અને વનવિભાગ પણ દીપડાને પકડવા માટે કાર્યવાહી કરી રહ્યું છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Leopard attack, Saurashtra, ગામડા, જૂનાગઢ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन