ક્રાંતિકારી લગ્ન; વિધવા પુત્રવધૂનાં સસરાએ કરાવ્યાં લગ્ન, લાયન્સ ક્લબ દ્વારા થયું કન્યાદાન
ક્રાંતિકારી લગ્ન; વિધવા પુત્રવધૂનાં સસરાએ કરાવ્યાં લગ્ન, લાયન્સ ક્લબ દ્વારા થયું કન્યાદાન
Lalitbhai Ojha turns daughter-in-law into father-in-law
વિધવા થયેલ પુત્રવધૂની બાકી રહેલી જિંદગી માટે તેના ફરીથી વિવાહ કરવાનો અને સાસરે વળવવાનો પ્રેરણાદાયી નિર્ણય કરીને લલિતભાઈ ઓઝાએ સમાજને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું
જૂનાગઢમાં એક ક્રાંતિકારી લગ્નનું આયોજન થયું. વિધવા થયેલ પુત્રવધૂની બાકી રહેલી જિંદગી માટે તેના ફરીથી વિવાહ કરવાનો અને સાસરે વળવવાનો પ્રેરણાદાયી નિર્ણય કરીને લલિતભાઈ ઓઝાએ સમાજને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષના સહકારથી વિવાહ પ્રસંગ સંપન્ન થયો હતો.
જૂનાગઢના ગૌરાંગભાઈ ઓઝાની બંને કીડની ફેલ થતા તેમના પિતા લલીતભાઈએ પોતાની કીડની આપી ગૌરાંગભાઈને આપી જીવનદાન આપ્યું હતું, પરંતુ કોરોનાને લઈને ગૌરાંગભાઈ ઓઝાનું દુઃખદ અવસાન થયું હતું અને તેમના પત્નિ હિતાર્થીબહેને જીવનસાથી ગુમાવ્યો હતો, પરંતુ ગૌરાંગભાઈના પિતા લલીતભાઈ અને માતા પ્રવિણાબેન ઓઝાને સામાજીક પરિવર્તન માટેનો વિચાર આવ્યો.
તેઓ વયોવૃધ્ધ હોવાથી, તેઓએ વિચાર્યું કે અમારા ગયાં પછી હિતાર્થીનું કોણ? આવા વિચારથી સદગત ગૌરાંગના ધર્મપત્નિ હિતાર્થીનું સગપણ અમદાવાદ રહેતા વિશ્વેશભાઈ ઝાલા સાથે કર્યું. જે દંપતિએ ગત તા.15મી નવેમ્બરને સોમવારના રોજ લગ્ન કરીને, એક નવા જીવનની શરૂઆત કરી છે.