જુનાગઢઃમેદરડામાં ડાયરામાં નેતા પર નોટોનો વરસાદ

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 4, 2017, 6:34 PM IST
જુનાગઢઃમેદરડામાં ડાયરામાં નેતા પર નોટોનો વરસાદ
જુનાગઢઃ જુનાગઢના મેદરડામાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરામાં નેતા પર નોટોનો વરસાદ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા ડાયરામાં પહોચ્યા હતા તેમણે અનુદાન પણ આપ્યુ હતું. નેતા અહી પહોચ્યા ત્યારે તેમનું સન્માન કરી તેમના પર નોટોનો વરસાદ કરાયો હતો. કિર્તિદાન ગઢવી ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 4, 2017, 6:34 PM IST
જુનાગઢઃ જુનાગઢના મેદરડામાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરામાં નેતા પર નોટોનો વરસાદ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા ડાયરામાં પહોચ્યા હતા તેમણે અનુદાન પણ આપ્યુ હતું. નેતા અહી પહોચ્યા ત્યારે તેમનું સન્માન કરી તેમના પર નોટોનો વરસાદ કરાયો હતો. કિર્તિદાન ગઢવી ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા.

મેંદરડામાં ગૌશાળાના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વિસ્તારના કોંગી ધારાસભ્ય જવાહર ચાવડાનું ગૌશાળા મંડળ દ્વારા કરવામાં આવ્યુ હતું.

જુનાગઢ જીલ્લા ના મેંદરડામાં ૩૪ જેટલી ગૌશાળા ના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે આ વિસ્તાર ના કોંગી ધારાસભ્ય જવાહર ચાવડા નું સન્માન ગૌશાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું કોંગી ધારાસભ્ય જવાહર ચાવડા એ તમામ ગૌશાળા માટે ૩૬ લાખ નું અનુદાન આપ્યું હતું તો હમણાં કેરળ માં ગૌ માસ મુદે ગુજરતા માં ગૌ રક્ષા સમિતિ દ્વારા કોંગ્રેસ પર પસ્તાળ પાડી હતી.

ત્યારે મેંદરડા માં ગૌ મંડળ દ્વારા કોંગી ધારાસભ્ય નું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે મંડળ ના પ્રમુખે જણાવ્યું હતું કે કોઈ પણ પક્ષ ના ધારાસભ્ય હોય ગાય માતા નું કામ કરે ગૌશાળા તેમની સાથે છે.ગાયમાતા પર રાજકારણ બંધ કરોઃહાર્દિક પટેલ

   તો ડાયરા માં આવેલ પાસ કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોઈ પાર્ટી ના કાર્યક્રમ માં આવ્યો નથી. માત્ર ગૌશાળા નો કાર્યક્રમ હતે એટલે આવ્યો છુ.બાકી રાજ્ય માં ગાય માતા ઉપર રાજકારણ કરવાનું બંધ થવું જોઈએ અને હાલ કેટલું ગૌચર બચ્યું છે તે માટે કોઈ આંદોલન થતા નથી. ભારત પાકિસ્તાન ની મેચ મનોરંજન માટે છે પણ પાકિસ્તાન વિષે બોલાયેલું પાળવું જોઈએ તેવી પ્રતિક્રિયા આપી હતી.

First published: June 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर