Home /News /kutchh-saurastra /

Junagadh: પ્રથમ ફરજ અને પછી મમતા, ખાખીધારી માતા પોતાના બાળક સાથે ચુંટણી બંદોબસ્તમાં જોવા મળી

Junagadh: પ્રથમ ફરજ અને પછી મમતા, ખાખીધારી માતા પોતાના બાળક સાથે ચુંટણી બંદોબસ્તમાં જોવા મળી

Mahila

Mahila Police

જૂનાગઢમાં ચાલી રહેલ મતગણતરી દરમિયાન ચૂંટણી ફરજ બજાવવા મહિલા પોલીસ કર્મી પોતાના બાળક સાથે હાજર થયાં..

    Junagadh News: ગુજરાત રાજ્યમાં ચોતરફ મતગણતરીની (Vote Counting) કામગીરી ચાલી રહી છે, ત્યારે જૂનાગઢ ખાતે ચાલી રહેલ મતગણતરીમાં ખાખી વરદીમાં છુપાયેલી માતાની મમતા (Motherhood) નિખરતી જોવા મળી. ચૂંટણી (Election) ફરજ દરમિયાન એક મહિલા પોલીસ કર્મી (Mahila Police Story) પોતાના બાળક સાથે ફરજ પર હાજર રહીને, પોતાની ફરજ નૈતિકતાથી બજાવતાં જોવા મળ્યાં.

    જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે થઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરીની કામગીરીમાં ખાખીમાં છુપાયેલી માતાની મમતા સૌની આંખે આવીને વળગી છે. જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અસ્મિતાબેન ચૌહાણ પોતાના દીકરા સાથે ચૂંટણી બંદોબસ્તમાં પોતાની ફરજ નિભાવતાં જોવા મળ્યાં.

    અસ્મિતાબેન ચૌહાણના કહેવા મુજબ; તેઓના પતિ પણ નોકરી કરતાં હોવાથી અને તેમના બાળકની સંભાળ લઈ શકે એવું કોઈ ન હોવાથી, તેઓ પોતાના બાળક સાથે ફરજ બજાવી રહ્યાં છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, જૂનાગઢ પોલીસ પરિવારનો પણ સારો સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે, જેના હિસાબે તેઓ મહિલા પોલીસ તરીકેની ફરજ બજાવવાની સાથે, પોતાનો મમતા ધર્મ પણ નિભાવી રહ્યાં છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh news, Junagadh police, જૂનાગઢ

    આગામી સમાચાર