Home /News /kutchh-saurastra /જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂની હાર થતાં ભાજપમાં નિરાશા, કોંગ્રેસમાં જશ્નનો માહોલ

જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂની હાર થતાં ભાજપમાં નિરાશા, કોંગ્રેસમાં જશ્નનો માહોલ

  જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂની હાર થઈ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીની જીત થઈ છે.

  મહત્વનું છે કે છેલ્લા 6 ટર્મથી ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂની જીત થતી આવી હતી. પરંતુ આ વખતે બાજી પલટાય ગઈ છે. મહેન્દ્ર મશરૂએ સામાજીક સેવા કરવા માટે લગ્ન કર્યા નથી. જો કે મહેન્દ્ર મશરૂને કે પીઢ રાજકારણી નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મશરૂ એવું માને છે કે ધારાસભ્યએ જનતાનો સેવક કે ટ્રસ્ટી છે. ત્યારે જૂનાગઢણાં મહેન્દ્ર મશરૂની હાર થતાં ભાજપમાં સન્નાટો છવાય ગયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીની જીત થતા કોંગ્રેસમાં ઢોલ-નગરા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

  સતત 6 વખત ચૂંટણી જીત્યા બાદ સાતમી વખત પણ પોતાની લોકપ્રિયતાના કારણએ ભાજપને ટિકિટ આપવા માટે મજબુર કરનાર ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ હતા. જ્યારે આ ટિકિટ મેળવવા માટે અન્ય ધારાસભ્યોએ પણ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. મહેન્દ્ર મશરૂ જ્યારે અપક્ષ ચૂંટાયા હતા. ત્યારે પણ લોકો તેમની સાથે હતા. અપક્ષ તરીકે તેમણે વિધાનસભામાં લોકોનો અવાજ ઉઠાવી ન્યાય અપાવ્યો હતો.

  મહેન્દ્ર મશરૂને ટિકિટ મેળવવા માટે કયારેય દોડાદોડી કરવી પડતી ન હતી. પરંતુ પક્ષને મજબુર થઈને સામેથી જ ટિકિટ આપવી પડતી હતી. જ્યારે આ બેઠક માટે અન્ય નેતાઓ પડાપડી કરતા હતા. ત્યારે આ ચૂંટણીમાં મહેન્દ્ર મશરૂની હાર થતાં ભાજપમાં નિરાશા જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસમાં જશ્નનો માહોલ છવાયો છે.
  First published:

  Tags: જૂનાગઢ