આ મહિલા હીરાબાનાં છે 'જબરા ફેન', મંત્ર તરીકે 5.55 લાખ વાર લખ્યું નામ

News18 Gujarati
Updated: April 22, 2019, 2:38 PM IST
આ મહિલા હીરાબાનાં છે 'જબરા ફેન', મંત્ર તરીકે 5.55 લાખ વાર લખ્યું નામ
જમણી બાજુ ધાનીબેન વરૂની તસવીર

તેમનો દાવો છે કે તેમણે બે વર્ષમાં પાંચ લાખ પંચાવન હજાર વાર આ મંત્ર લખ્યો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: જુનાગઢ જિલ્લાનાં ધણેજ ગામમાં રહેતા ધાનીબેન વરૂ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા 'હીરા બા'ના ફેન છે. તેઓ છેલ્લા બે વર્ષથી 'માતૃશ્રી હીરાબા દામોદરદાસ મોદી'નાં નામનો મંત્ર લખી રહ્યાં છે. તેમનો દાવો છે કે તેમણે બે વર્ષમાં પાંચ લાખ પંચાવન હજાર વાર આ મંત્ર લખ્યો છે. મહત્વનું છે કે ધાનીબેન શૈક્ષણિક કાર્યની સાથે ખેતીકામ સાથે પણ જોડાયેલા છે.

મા-દીકરાના અનોખા બંધનથી પ્રભાવિત થઈને જુનાગઢના ધાનીબને માતુશ્રી હીરાબા દામોદરદાસ મોદીના જાપ નોટબુકમાં લખવાનું શરૂ કર્યું હતું. ધાનીબેન પરબતભાઈ વરુ નામનાઆ મહિલા જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના મોટી ધણેજ ગામે પોતાના પરિવાર સાથે રહે છે.

ધાનીબેનનું કહેવું છે કે, હું ઈચ્છુ છુ કે મોદી આજીવન આ દેશના વડાપ્રધાન બની રહે. કારણ કે તેમણે જે કામ કામો કર્યા છે, તેવા કામ આજ સુધીમાં કોઈએ નથી કર્યા. આમ, આ કારણે ધાનીબેન લોકોને પણ પીએમ મોદીને વોટ આપવાની સલાહ આપે છે. ધાનીબેન વધુમાં કહે છે કે, 'હીરાબા સૌથી મહાન છે. કારણ કે તેમણે મોદી જેવા સપૂતને જન્મ આપ્યો છે. આજે મોદીજી પાકિસ્તાન અને આતંકવાદ જેવા પ્રશ્નો સામે લડી રહ્યા છે. મોદીજી ફરી એકવાર નહી આજીવન વડાપ્રધાન બનવા જોઈએ તેવી મારી ઈચ્છા છે. એટલે આવા સપૂતને જન્મ આપનાર માતા જ શ્રેષ્ઠ કહેવાય છે. તેમને બિરદાવવા માટે નરેન્દ્ર મોદીની માતાનું નામ તેમણે 5.55 લાખ વાર કાગળ ઉપર લખ્યું છે. '

 
First published: April 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading