જૂનાગઢ : બદકામના ઈરાદે મહિલાનું અપહરણ, બાઇક પરથી ફેંકી દેતા મોત

News18 Gujarati
Updated: February 18, 2019, 12:04 PM IST
જૂનાગઢ : બદકામના ઈરાદે મહિલાનું અપહરણ, બાઇક પરથી ફેંકી દેતા મોત
સીસીટીવી

  • Share this:
જૂનાગઢ : વંથલીના બંધાળા ગામની એક મહિલાનું બદકામ કરવાના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરનાર બાઇક ચાલકે મહિલાને લિફ્ટ આપી હતી, જે બાદમાં બાઇક મારી મૂકી હતી. ગામના અમુક યુવકોએ બાઇકનો પીછો કરતા બાઈક ચાલકે ચાલુ બાઈકમાં જ મહિલાને નીચે ફેંકી દીધી હતી. નીચે પટકાતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદમાં મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

સીસીટીવીમાં કેદ થઈ ઘટના

મહિલાને બાઇક પર ઉઠાવી જવાની ઘટના બંધળા ગામ ખાતે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ બનાવ બાદ ગામના લોકોએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી છે.

ઘટના અંગે પિયુષ બટુકભાઈ તિવારી નામના એક વ્યક્તિએ જણાવ્યું કે, "અમે ક્રિકેટ રમી રહ્યો હતા ત્યારે એક બાઇક ચાલક નીકળ્યો હતો. બાઇકની પાછળ એક મહિલા બેઠી હતી જે બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી. આ મહિલા અમારા ગામની હોવાથી અમે તે બાઇકનો પીછો કર્યો હતો. બાઇક ખૂબ જ ઝડપથી ચાલી રહી હતી. આગળ જતા બાઇક ચાલકે મહિલાને ચાલુ બાઇકમાં જ ધક્કો મારી દીધો હતો."

આ પણ વાંચો : રાજકોટ સિવિલમાં પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીનું અપહરણ, ઢોર માર માર્યો

વંથલી તાલુકા પંચાયત સભ્ય મુકેશ ચૌહાણે જણાવ્યું કે, "બંધળા ગામની મંજુલાબેન અશોકભાઈ ચૌહાણ ચાલીને આવી રહ્યા હતા ત્યારે તેનું અપહરણ થયું હતું. બાદમાં ચાલુ બાઈકમાં જ તેને ધક્કો મારી દીધો હતો. બાદમાં 108ની મદદથી મહિલાને વંથલી ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. અહીં હાજર ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.
First published: February 18, 2019, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading