જૂનાગઢ: પોસ્ટ ઓફિસનો એજન્ટ ફૂલેકું ફેરવીને પલાયન થઈ જતાં મહિલાનો આપઘાત

જૂનાગઢ: પોસ્ટ ઓફિસનો એજન્ટ ફૂલેકું ફેરવીને પલાયન થઈ જતાં મહિલાનો આપઘાત
આપઘાત કરી લેનાર મહિલા, ઇનસેટમાં આરોપી.

Junagadh suicide case: કરોડોનું ફૂલેકું ફેરવીને પોસ્ટ ઓફિસ એજન્ટ ફરાર થઈ ગયો, મહિલાએ 50 હજાર રૂપિયા ગુમાવ્યા હતા.

 • Share this:
  અતુલ વ્યાસ, જૂનાગઢ: જૂનાગઢ શહેર (Junagadh city)માં એક મહિલાના આપઘાતનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ મામલે એવી વિગતો સામે આવી છે કે તાજેતરમાં પોસ્ટ ઓફિસનો એક એજન્ટ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવીને પલાન થઈ ગયો છે. જેમાં આ મહિલાએ 50 હજાર રૂપિયા ગુમાવ્યા હતા. પૈસા ગુમાવ્યા બાદ મહિલાને લાગી આવતા તેણીએ આપઘાત કરી લીધો છે. આ મામલે મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પોલીસે મહિલાના પતિની ફરિયાદ લઈને પલાયન થઈ ગયેલા શખ્સને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

  મરણ મૂડી કેવી રીતે સાચવવી તેના અનેક ઉપાયો લોકો શોધતા હોય છે. પોસ્ટ ઓફિસના એજન્ટને પોતાની મરણ મૂડી આપી પોતે સુરક્ષિત છે તેવો વિશ્વાસ લોકો રાખતા હોય છે. જૂનાગઢમાં પોસ્ટ ઓફિસનો એક એજન્ટ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી પલાયન થઇ જતા એક મહિલાએ મૂડી ગુમાવી હતી. જે બાદમાં લાગી આવતા મહિલાએ આપઘાત કરી લીધો છે.  આ પણ વાંચો: શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત: શિક્ષણ ક્ષેત્રમાં નજીકના ભવિષ્યમાં 6,616 પોસ્ટ પર ભરતી થશે

  જૂનાગઢની પોસ્ટ ઓફિસમાં લોકો પાસેથી પૈસા ઉઘરાવી બાદમાં તેને પોસ્ટમાં જમા કરી લોકોને તેમના પૈસા સુરક્ષિત છે તેવો વિશ્વાસ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી ભરત પરમાર નામનો શખ્સ ફરાર થઇ ગયો છે. ભરત પરમારે 600થી વધુ ભાઈ-બહેનોના પૈસા ઉઘરાવ્યા હતા અને બાદ તેને પોસ્ટમાં જમા કરાવ્યા ન હતા.

  આ પણ વાંચો: ગાંધીનગર: તુવેર, ચણા અને રાઈડાના ટેકાના ભાવની જાહેરાત, ખરીદીની તારીખો પણ જાહેર

  શહેરમાં સાડીનું કામ કરીને પૈસા એકઠા કરી રહેલા અજાયબેન મકવાણા નામની મહિલાએ આપઘાત કરી લીધો છે. તેઓ ભરત પરમારને ભવિષ્યમાં રૂપિયા બાળકોને કામ આવશે તેવું માનીને પોસ્ટ ઓફિસમાં મૂકવા માટે આપતા હતા. તેમણે 50 હજાર રૂપિયા જેટલી રકમ ગુમાવી દેતા ઘરે જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મહિલાના આવા પગલાંથી પરિવાર માથે જાણે આભ ફાટી ગયું છે. મૃતક મહિલાને બે દીકરી તેમજ એક દીકરો છે. મહિલાના પતિ પ્રવીણ મકવાણાએ આ રકમ પરત મળે તેવી માંગણી કરી છે.

  આ પણ વાંચો: અમરેલી: મહિલા PSIનો 'ખૌફ', ખુદ સરખી રીતે માસ્ક નથીં પહેર્યું અને ગરીબ મહિલાઓને ડંડા ફટકાર્યાં 

  કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ભરત પરમાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક મહિલાના પતિની ફરિયાદ પરથી પણ ભરત પરમાર સામે ગુનો નોંધવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ ફરિયાદ બાદ પોલીસે ફરાર આરોપી ભરત પરમારને શોધવા માટે કાર્યવાહી કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:January 13, 2021, 17:40 pm

  ટૉપ ન્યૂઝ