Home /News /kutchh-saurastra /

આયુષ્માન કાર્ડ કઢાવવામાં ઉઘાડી લૂંટ; બિનજરૂરી ચાર્જ ઉઘરાવાતો હોવાનો Video Viral

આયુષ્માન કાર્ડ કઢાવવામાં ઉઘાડી લૂંટ; બિનજરૂરી ચાર્જ ઉઘરાવાતો હોવાનો Video Viral

Ayushman

Ayushman card

જૂનાગઢમાં આયુષ્માન કાર્ડ માટે થતી ઉઘાડી લૂંટનો વિડીયો સામે આવ્યો છે, જે અંગે સ્થાનિક કોર્પોરેટર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

    જાણકારીના (Information) અભાવે અનેક લોકો સાથે છેતરપીંડી થતાં હોવાના અનેક દાખલ પૈકીનો એક દાખલો જૂનાગઢ શહેરમાં સામે આવ્યો છે. આયુષ્માન કાર્ડ (Aayushman Card) કઢાવવા વસૂલાતાં ચાર્જ પેટે કાર્ડ કાઢી દેતી એજન્સી મનફાવે તેવા ભાવ લઈને અરજદારોને કાર્ડ કાઢી આપે છે, ત્યારે આયુષ્માન કાર્ડ કાઢી આપવા માટે થતી ઉઘાડી લૂંટને લઈને અનેક ફરિયાદો ઉઠી છે.

    જૂનાગઢમાં અનેક જગ્યાએ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે, પરંતુ આયુષ્માન કાર્ડ કાઢી આપનાર એજન્સી દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. આ અંગે જૂનાગઢ વોર્ડ નં.6ના કોર્પોરેટર લલિતભાઈ પણસારાએ જણાવ્યું કે, સરકાર દ્વારા ગત તા.9મી જુલાઈ, 2021ના રોજ જાહેર થયેલા પરિપત્રમાં ઉલ્લેખ થયા મુજબ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય અને માઁ વાત્સલ્ય યોજના ઇન્સ્યોરન્સ કંપની થકી 5,00,000 નો વિમો લાભાર્થીના કુટુંબદિઠ આપવાનું સરકારે નક્કી કર્યું છે. જેનો સંપૂર્ણ ખર્ચ સરકારે ભોગવવાનો છે, તેવું પ્રસિદ્ધ કરેલા જીઆરમાં ઉલ્લેખ કરેલ જોવા મળે છે.

    આ માટે કેટલીક એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી છે. જે અંતર્ગત પેપરબેસ કાર્ડ મફત આપવાનું છે, જ્યારે પીવીસી કાર્ડનો ખર્ચ ₹20 એજન્સીને ચૂકવવાનો છે. તેમ છત્તાં ખલીલપુર, જોષીપરા સહિતના અનેક સ્થળે પીવીસી કાર્ડના ₹30 થી લઇને ₹60 વસુલવામાં આવે છે, ત્યારે સરકારના પરિપત્રનો પણ ઉલાળીયો કરી, એજન્સી 150 થી 300 ટકાનો ભાવ વધારો કરી લાભાર્થીઓ પાસે ઉઘાડી લુંટ કરી રહ્યા છે. આ ઉપરાંત એજન્સીના કર્મચારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે, કાર્ડ પોસ્ટ દ્વારા સરકાર મોકલી આપશે. એટલું જ નહીં, કાર્ડ માટે કોઈપણ પ્રકારનો કાચો આધારપુરાવો પણ આપવામાં આવતો નથી, જેના કારણે કાર્ડ આવશે કે કેમ તેને લઈને લોકો ચિંતામાં મુકાયા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aayushman Bharat Yojna, Aayushman Card, Citizen, આરોગ્ય, લૂંટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन