જૂનાગઢ: જૂનાગઢના વંથલી પંથક (Vanthali Taluka-Junagadh)માં છેલ્લા એક જ અઠવાડિયામાં દુષ્કર્મ (Rape)ની બીજી ઘટના સામે આવી છે. બીજા બનાવમાં એક પરપ્રાંતીય યુવાને બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પીડિત સગીરાની ઉંમર 12 વર્ષ છે. સગીરા એક દિવસથી ગુમ હોવાથી તેની શોધખોળ આદરવામાં આવી હતી. જે બાદમાં તપાસ કરતા સગીરા આરોપીના ઘરેથી જ મળી આવી હતી.
મળતી માહિતી પ્રમાણે આ બનાવ વંથલી વિસ્તારનો છે. જેમાં એક બાળકી એક દિવસથી ગુમ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા બાળકી એક યુવકના ઘરેથી મળી આવી હતી. પોલીસ તપાસમાં બાળકી પર દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે. જે બાદમાં પોલીસે પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી છે. પોલીસે યુવાન પર પોક્સોની કલમ પણ લગાવી છે.
અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના:
જૂનાગઢના વંથલી પંથકમાં અઠવાડિયામાં કિશોરી પર દુષ્કર્મની આ બીજી ઘટના છે. ચાર દિવસ પહેલા જ અહીં એક નવ વર્ષની માસૂમ સાથે નજીકના સંબંધીએ જ દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી પ્રમાણે વંથલીની હદમાં આવેલા વિસ્તારમા રહેતી નવ વર્ષની માસૂમ બાળકી સાથે તેના મામાની દીકરીના દીકરાએ દુષ્કર્મ આચર્યું હતું.
બનાવની વિગત પ્રમાણે માસૂમ પોતાના ઘરે રમી રહી હતી ત્યારે આરોપી અક્ષય રાજુભાઈ સોલંકીએ તેણીને પોતાના ઘરે બોલાવી હતી. અહીં બાળકીની એકલતાનો ગેરલાભ ઉઠાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદમાં દીકરીના લોહીવાળા કપડાં જોઈને માતાપિતાએ પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી.
જે બાદમાં બાળકીને સારવાર માટે વંથલી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતમાં માસૂમ બાળકીઓ અને કિશોરીઓ પર બળાત્કારની અનેક ઘટના સામે આવી છે.
આ પણ જુઓ-
" isDesktop="true" id="1042727" >
જામનગર, બનાસકાંઠા, જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં જ આવા બનાવો નોંધાયા છે. તેમાં પણ બનાસકાંઠામાં 12 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ ગળું કાપીને હત્યા કરી નાખવાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ કેસ સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો આદેશ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર