જૂનાગઢ : માંગરોળનાં દરસાલીમાં 4 માસ પહેલા પ્રેમલગ્ન કરનાર દંપતીની તારીખ 27મી મેનાં રોજ વંથલી પાસેનાં હાઇવે પર જ કુહાડીનાં ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસે મૃતક યુવતીનાં ભાઇ તેમજ અન્ય એક યુવાનને ઝડપી પાડવામાં આવ્યાં છે. નવી ગાઇડલાઇન પ્રમાણે, ઝડપાયેલા આરોપીઓનો પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. મહત્વનું છે કે, યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ તેણીના પિતાએ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ ભાઇએ બહેન બનેવીની હત્યા કરવા નક્કી કર્યું હતું.
માંગરોળ તાલુકાના દરસાલી ગામના સંજય રામસીભાઈ રામે ચારેક માસ પહેલા ઘારાબેન પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. 27મેના રોજ આ દંપતી કેશોદથી બાઈક પર જૂનાગઢ તરફ જતુ હતું. તેમની સાથે યુવકની બહેન પણ એક બાઇક પર જતા હતા. ત્યારે પાછળથી આવેલા અજાણ્યા બાઇક ચાલક કે તેના પર કુહાડીના ઘા ઝીંકી સંજય રામ તથા ધારાબેનની હત્યા કરી નાંખી હતી. આ ડબલ મર્ડરમાં પોલીસે ધારાબેનના ભાઈ રાજુ પરમાર તથા તેના મામના પુત્ર અમીત ગરેજાને માંગરોળ તાલુકાના ખરેડા ફાટક નજીકથી ઝડપી લીધા હતાં.
આ પણ વાંચો - અમદાવાદ : લૉકડાઉનમાં જમાઈ સાસરે રહેવા ગયા, બેફામ તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું
પ્રાથમિક પૂછપરછ દરમ્યાન રાજુએ પોતાની બહેને પ્રેમલગ્ન કર્યા બાદ પોતાના પિતાએ આપઘાત કર્યો હતો. આથી ધારા તથા સંજયની હત્યા કરવા નક્કી કર્યું હતુ તેમ કબૂલ્યું છે. તેણે કહ્યું કે, તા.27નાં મોકો મળતા બંનેનું ઢીમ ઢાળી દીધુ હતું.
શું હતી આખી ઘટના
માંગરોળ તાલુકાનાં દરસાલી ગામમાં રહેતા સંજય રામસીભાઈ રામ તથા ધારાબેન સંજયભાઈ રામે ચારેક માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતાં. તેઓ રાજકોટ રહેતા હતાં. આ 27મીએ સંજય રામ, તેના પત્ની ધારા તથા સંજયભાઈના બહેન વનિતાબહેન નંદાણિયા બાઈક પર કેશોદથી ત્રિપલ સવારીમાં જૂનાગઢ તરફ આવી રહ્યાં હતાં. તેઓ કેશોદ વંથલી હાઈવે પર વંથલી નજીક પેટ્રોલ પમ્પ પાસે પહોંચ્યા ત્યારે બે અજાણ્યા શખ્સો પાછળથી બાઈક પર આવ્યા હતાં. અને બાઈક ચલાવતા સંજયના હાથ પર કુહાડી મારી હતી. આથી બાઈક પડી ગયું હતું. અને ત્રણેય ફંગોળાઈ ગયા હતાં. અને બાઇક પર આવેલા બે લોકોએ દંપતીની કુહાડીનાં ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી.
આ વીડિયો પણ જુઓ -
Published by:News18 Gujarati
First published:May 31, 2020, 12:05 pm