જૂનાગઢ દંપતી હત્યા : પુત્રીએ ભાગીને લગ્ન કરતા પિતાએ આપધાત કર્યો ત્યારથી જ ભાઇ કુહાડી લઇને ફરતો હતો

જૂનાગઢ દંપતી હત્યા : પુત્રીએ ભાગીને લગ્ન કરતા પિતાએ આપધાત કર્યો ત્યારથી જ ભાઇ કુહાડી લઇને ફરતો હતો
જૂનાગઢના વંથલીમાં ડબલ મર્ડરની ઘટના, પ્રેમી યુગલની કુહાડીના ઘા ઝીંકી હત્યા

યુવતીએ ભાગીને યુવક સાથે ભાગીને લગ્ન કર્યા ત્યારે જ યુવતીના પતિએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી

 • Share this:
  જૂનાગઢ : વંથલી નજીક કેશોદ હાઈ વે પર આવેલા પેટ્રોલ પંપ પાસે બુધવારે પ્રેમી યુગલની હત્યા કરવામાં આવી હતી. માંગરોળ તલુકાના દરસાલી ગામનાં યુવક યુવતીએ ચારેક મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતાં. આ દંપતી તથા યુવકની બહેન બાઈક પર કેશોદથી જૂનાગઢ જઇ રહ્યા હતાં. ત્યારે પાછળથી બાઈક પર આવેલા બે શખ્સે કુહાડીથી હુમલો કરતા બાઈક ફંગોળાઈ ગયું હતું. બાદમાં બંને શખ્સોએ યુવકની બહેનને એક બાજુ રહેવા કહી યુવકના તથા યુવતીને આડેધડ કુહાડીના ઘા ઝીંકીને ભાગી ગયા હતા. જે બાદ આ દંપતીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં. મહત્વનું છે કે, યુવતીએ ભાગીને યુવક સાથે ભાગીને લગ્ન કર્યા ત્યારે જ યુવતીના પતિએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જે બાદથી જ યુવતીનો ભાઈ કુહાડી લઈને ફરતો હતો.

  દંપતીને કુહાડીના ઘા માર્યા  આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ તાલુકાનાં દરસાલી ગામમાં રહેતા સંજય રામસીભાઈ રામ તથા ધારાબેન સંજયભાઈ રામે ચારેક માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતાં. તેઓ રાજકોટ રહેતા હતાં. આજે સંજય રામ, તેના પત્ની ધારા તથા સંજયભાઈના બહેન વનિતાબહેન નંદાણિયા બાઈક પર કેશોદથી ત્રિપલ સવારીમાં જૂનાગઢ તરફ આવી રહ્યાં હતાં. તેઓ કેશોદ વંથલી હાઈવે પર વંથલી નજીક પેટ્રોલ પમ્પ પાસે પહોંચ્યા ત્યારે બે અજાણ્યા શખ્સો પાછળથી બાઈક પર આવ્યા હતાં. અને બાઈક ચલાવતા સંજયના હાથ પર કુહાડી મારી હતી. આથી બાઈક પડી ગયું હતું. અને ત્રણેય ફંગોળાઈ ગયા હતાં.

   આ પણ વાંચો - વિજ્ઞાન માટે પણ પડકાર રહેલા ચૂંદડીવાળા માતાજીની ક્યારેય ન નિહાળેલી તસવીરો

  સીસીટીવી તપાસવામાં આવશે

  આ ઘટના બાદ વનિતાબહેન પરિવારનાં સભ્યોને અને પોલીસને જાણ કરી હતી. જે બાદ એસ.પી. સૌરભસિંહ એલ.સી.બી. વંથલી પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતદેહને પી.એમ.માં મોકલી, ઈજાગ્રસ્ત સંજયભાઈના બહેનને સારવારમાં ખસેડયા હતાં. સૌરભસિંહે જણાવ્યું હતું કે, બે અજાણ્યા શખ્સો કુહાડીના ઘા ઝીંકી દંપતિની હત્યા કરી ફરાર થઈ ગયા છે. યુવક યુવતી અલગ જ્ઞાાતીના છે. ચારેક માસ પૂર્વે લગ્ન કર્યા હતાં. જેથી પ્રેમપ્રકરણ સહિતની દિશામાં તપાસ શરૂ કરી સી.સી.ટી.વી.ના ફ્રુટેજ મેળવવાનું શરૂ કર્યું છે. તેમજ નજરે જોનાર પાસેથી વિગતો મેળવી ફરિયાદ દાખલ કરી છે. 

  આ પણ જુઓ -
  Published by:News18 Gujarati
  First published:May 28, 2020, 11:34 am

  ટૉપ ન્યૂઝ