Home /News /kutchh-saurastra /

Junagadh: થર્ટી ફર્સ્ટને લઈને ચુસ્ત બંદોબસ્ત,બ્રેથ એનેલાઇઝરથી થઈ રહ્યું છે ખાસ ચેકિંગ

Junagadh: થર્ટી ફર્સ્ટને લઈને ચુસ્ત બંદોબસ્ત,બ્રેથ એનેલાઇઝરથી થઈ રહ્યું છે ખાસ ચેકિંગ

Tight police manning

આજરોજ થર્ટી ફર્સ્ટને લઈને જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે; જુઓ વિગતો..

    Junagadh News: આજરોજ તા.31મી ડિસેમ્બર; થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત સાથે પ્રોહીબીશન ડ્રાઈવ અને ચેકિંગ શરૂ કરી દીધું છે. આ સાથે જ રાત્રે 11 વાગ્યા બાદ શહેરી વિસ્તારમાં કર્ફ્યૂની કડક અમલવારી અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવ્યું છે. રસ્તા પર લગાવવામાં આવેલ ચેક પોઈન્ટ ઉપર બ્રેથ એનેલાઇઝરથી વાહનચાલકોની તપાસ થઈ રહી છે.

    થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને લોકો સૌથી વધુ દીવ અને સાસણ જવાનું પસંદ કરતા હોય છે. સાસણમાં સિંહ દર્શન સાથે ફાર્મહાઉસોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી થતી હોય છે, ત્યારે પોલીસ દ્વારા દરેક ફાર્મ હાઉસનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ તકે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસ એલર્ટ છે. કોરોના ગાઈડલાઇન્સનું કડકપણે પાલન થાય અને રાત્રે 11 વાગ્યા બાદ શહેરમાં કર્ફ્યૂની કડક અમલવારી કરવામાં આવશે.

    આ ઉપરાંત દરેક થાણાના અમલદારોને પ્રોહીબીશન ડ્રાઈવ કરવા અને વાહન ચેકિંગ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. સાથોસાથ દારૂની હેરાફેરી અટકાવવા, બુટલેગરોને ચેક કરવા અને દરેક પોઇન્ટ પર ચેકિંગ કરવા ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવશે. શહેરી વિસ્તારમાં કર્ફ્યૂ છે, પરંતુ સાસણ-મેંદરડા વિસ્તારમાં કર્ફ્યૂ નહીં હોય, તેમ છતાં પોલીસ વિભાગ દ્વારા અહીં તમામ ફાર્મ હાઉસમાં ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવશે.

    વાહન ચેકિંગ દરમિયાન ખાસ બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી, વાહન ચાલકોને ચેક કરવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જ્યારે જુદા-જુદા ચેક પોઈન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવશે, ત્યારે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી, દારૂ પીને વાહન ચલાવતા ઈસમોને પકડવા માટે કાર્યવાહી પણ કરવામાં આવશે.

    તો બીજી બાજુ સાસણમાં ફાર્મ હાઉસ ધરાવતા કેટલાક સંચાલકોના જણાવ્યા પ્રમાણે; આ વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પ્રવાસીઓની સંખ્યા સામાન્ય છે. બુકિંગમાં કોઈ ખાસ વધારો નથી. મોટાભાગના લોકો દીવ જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે, તેમ છતાં ફાર્મ હાઉસમાં ઉજવણી માટે જેટલા પણ બુકિંગ થયા છે, તેમાં સરકારની તમામ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Junagadh news, Local News

    આગામી સમાચાર