Home /News /kutchh-saurastra /

જૂનાગઢ એસ.ટી.તંત્રને દિવાળી ફળી, એક્સ્ટ્રા બસ સંચાલન દ્વારા કરોડોની કમાણી કરી

જૂનાગઢ એસ.ટી.તંત્રને દિવાળી ફળી, એક્સ્ટ્રા બસ સંચાલન દ્વારા કરોડોની કમાણી કરી

Junagadh

Junagadh ST

જે દરમિયાન જૂનાગઢ એસ.ટી.વિભાગને એક્સ્ટ્રા સંચાલન દ્વારા કુલ રૂ.55,11,000 ની વધારાની આવક થવા પામી છે. જ્યારે કુલ સંચાલન પેટે રૂ.5,26,76,677 આવક મેળવેલ છે.

    દિવાળીના તહેવારોમાં મુસાફરોને (Passanger) અગવડતા ન પડે અને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે જૂનાગઢ એસ.ટી.તંત્રએ અગાઉથી જ યોજના મુજબ એક્સ્ટ્રા બસ (Extra Bus) સંચાલનનું આયોજન કર્યું હતું. જૂનાગઢ શહેરમાં ચાલુ વર્ષે દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓની (Gujarat Tourism) ભારે ભીડ જોવા મળી હતી, ત્યારે જૂનાગઢ પ્રવાસન વિભાગની સાથોસાથ જૂનાગઢના એસ.ટી.તંત્રને પણ દિવાળી (Diwali 2021) ખરા અર્થમાં ફળી હોય તેવું જણાય રહ્યું છે.

    મળતી માહિતી મુજબ ગત તા.30મી ઓક્ટોબર થી તા.9મી નવેમ્બર સુધીના દિવસો દરમિયાન દિવાળીના તહેવાર નિમિત્તે મુસાફરોની અવરજવર વધુ હોવાને કારણે, તેને ધ્યાને લઈને મુસાફરોને પૂરતી સવલત મળી રહે તે માટે જૂનાગઢ વિભાગ દ્વારા જૂનાગઢ થી સુરત, અમદાવાદ, ભુજ, રાજકોટ, જામનગર, ભાવનગર, સોમનાથ, દ્વારકા, મહુવા, સાવરકુંડલા, અમરેલી, પાલીતાણાના રૂટ ઉપર કુલ 234 વાહનો ઉપર જણાવેલ તારીખ દરમિયાન વધારાના સંચાલન તરીકે કુલ 22,9500 કિલોમીટરનું એક્સ્ટ્રા સંચાલન કરેલું છે.

    જે દરમિયાન જૂનાગઢ એસ.ટી.વિભાગને એક્સ્ટ્રા સંચાલન દ્વારા કુલ રૂ.55,11,000 ની વધારાની આવક થવા પામી છે. જ્યારે કુલ સંચાલન પેટે રૂ.5,26,76,677 આવક મેળવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત તારીખ દરમિયાન જૂનાગઢ એસ.ટી.તંત્ર દ્વારા કુલ 17000 થી વધારે ટ્રીપો કરવામાં આવી છે, તેમજ 9 લાખ કરતાં વધારે મુસાફરોએ આ એસ.ટી.સુવિધાનો લાભ લીધો છે.
    First published:

    Tags: Diwali 2021, GSRTC

    આગામી સમાચાર