Home /News /kutchh-saurastra /જૂનાગઢના રાજીવ નગરની દયનીય હાલત! મહિલાઓએ તંત્ર પર કર્યા આક્ષેપ, જુઓ Video

જૂનાગઢના રાજીવ નગરની દયનીય હાલત! મહિલાઓએ તંત્ર પર કર્યા આક્ષેપ, જુઓ Video

X
જૂનાગઢના

જૂનાગઢના રાજીવ નગરની દયનીય હાલત! મહિલાઓએ તંત્ર પર કર્યા આક્ષેપ; જુઓ Video..

જૂનાગઢના રાજીવ નગરની હાલત અત્યંત દયનીય બની ગઈ છે, રસ્તાની સમસ્યા અને ઠેરઠેર ગંદકીના ગંજ થવાથી પરેશાન થયેલ સ્થાનિક મહિલાઓએ કેમેરા સા?

    જૂનાગઢ: શહેરમાં અનેક વિસ્તારો એવા છે, જ્યાં રસ્તાની સમસ્યા હજુ એવીને એવી જ છે! ખાસ કરીને ચોમાસાના સમય દરમિયાન વરસાદ આવતાની સાથે જ એ રસ્તાઓ પરથી ચાલવાનું મુશ્કેલ થઈ જાય છે! જૂનાગઢનો રાજીવ નગર વિસ્તાર કે, જ્યાંની હાલત અત્યારે દયનીય બની ગઈ છે.

    તાજેતરમાં જૂનાગઢમાં પડેલા ભારે વરસાદથી શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે, ત્યારે રાજીવનગરમાં આવેલ ગોફ્રેડ રોડમાં મસમોટા ભૂવા પડ્યા છે, જેણે કારણે રાજીવનગરનો એ આખો રસ્તો હતો ન હતો થઈ ગયો છે! અહીંથી નીકળતા ભારે વાહનો એમાં ફસાઈ જવાની અનેક ઘટનાઓ બની છે. એક ડઝનથી પણ વધુ ભૂવા પડવાને કારણે રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે!

    એટલું જ નહીં, રાજીવ નગરની કેટલીક ગલીઓમાં રસ્તા તો જાણે ગાયબ જ થઈ ગયા છે! ગલીના નાકે કાદવ-કીચડના એવા ગંજ જામ્યા છે કે, કોઈને ચાલવું હોય તો પણ સો વખત વિચાર કરે છે. સ્થાનિક રહેવાસીઓ તો આ સમસ્યાથી પરેશાન છે જ, પરંતુ કોઈ મહેમાન પણ અહી આવવા તૈયાર નથી! સ્થાનિક રહેવાસીમાં કોઈ પરિવાર રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે તેઓની રિક્ષા પણ આ કિચડમાં અનેક વખત ફસાઈ ગઈ હોવાના દાખલા બન્યા છે. શેરીમાં રહેતા બાળકો રમવા માટે નીકળી શકતા નથી, ઉપરાંત કોઈ વૃદ્ધ કે બીમાર વ્યક્તિને આમાંથી પસાર થવું અશક્ય બન્યું છે.

    જે સમસ્યા અંગે સ્થાનિક મહિલાઓએ મનપા પર રોષ ભરેલા આક્ષેપ મૂકીને જણાવ્યું કે, ચૂંટણી વખતે મત લેવા માટે આવેલા એકપણ નેતા આજ દિન સુધી અહીં ડોકાયા નથી! અમને દરવાજો ખોલીને બહાર નીકળવાની પણ ઈચ્છા થતી નથી, પણ ઘરનું આંગણું હોવાથી મજબૂરીથી તેને સાફ કરવા બહાર નીકળવું જ પડે! કોરોના હજુ હમણાં આવ્યો તેની વેક્સિન મળી ગઈ, પણ અમારા ઘર પાસેના રસ્તાની સમસ્યાનો ઉકેલ આજદિન સુધી નથી આવ્યો.

    સ્થાનિકોએ સ્વખર્ચે ઘરદીઠ ભંડોળ એકત્રિત કરીને આ સમસ્યાનો ઉકેલ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમ છતાં એ સમસ્યા હજુ એવીને એવી જ છે! વરસાદનું પાણી અહીંજ ભેગું થવાથી ગંદકી પણ એટલી થાય છે. આ બાબતે મહાનગરપાલિકા ખાતે રૂબરૂ જઈને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી, ત્યારે રાજીવ નગરના રહેવાસીઓ સત્વરે આ સમસ્યામાંથી છુટકારો મળે તેવી માંગ કરી રહ્યાં છે.
    First published:

    Tags: ગુજરાત, ચોમાસુ, જૂનાગઢ

    विज्ञापन
    विज्ञापन