જૂનાગઢમાં આજથી પોલીસ રોડ પર અડચણરૂપ વાહનો ટોઇંગ કરી જશે

News18 Gujarati
Updated: May 29, 2019, 10:48 AM IST
જૂનાગઢમાં આજથી પોલીસ રોડ પર અડચણરૂપ વાહનો ટોઇંગ કરી જશે
પ્રતિકાત્મક તસવીર

જે વાહન માલિકો પાસેથી નિયત દંડની રકમ તથા ટોઇંગ ચાર્જની રકમ ભરપાઇ કર્યેથી વાહન માલિક પોતાનું વાહન પરત મળી શકશે

  • Share this:
જૂનાગઢ શહેરમાં આજથી પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની સુચના અને શહેરમાં સામાન્ય પ્રજાજનોને ટ્રાફિકની મુશ્કેલી ન રહે તે માટે શહેરને ટ્રાફિકથી મુકત કરવા અને લોકો આડેધડ વાહન પાર્કીંગ ન કરે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.
જૂનાગઢ ટ્રાફીક શાખા દ્વારા આજરોજથી ટ્રોઇંગ વાહન દ્વારા આવા અનિયમિત રીતે પાર્કીગ કરવામાં આવેલા ટુ વ્હીલરો , થ્રી વ્હીલર તથા ભારે વાહનોનો સ્થળ પર દંડ કરવા તથા વાહન માલિક હાજર નહી મળી આવ્યેથી આવા વાહનોને ટોઇંગ કરી પોલીસ હેડ કવાટર્સ જૂનાગઢ ખાતેના ગ્રાઉન્ડમાં રાખવામાં આવનાર છે.
જે વાહન માલિકો પાસેથી નિયત દંડની રકમ તથા ટોઇંગ ચાર્જની રકમ ભરપાઇ કર્યેથી વાહન માલિક પોતાનું વાહન પરત મળી શકશે. દંડની રકમ ટુ વ્હીલર માટે સમાધાન શુલ્ક રકમ સાથે રૂ.૨૯૦, થ્રી વ્હીલર વાહન ટોઇંગ માટે સમાધાન શુલ્ક રકમ સાથે રૂ.૩૯૦, ફોર વ્હીલર વાહન ટોઇંગ / લોક સમાધાન શુલ્ક રકમ સાથે કુલ ૬૦૦ અને ભારે વાહન માટે સમાધાન શુલ્ક રકમ સાથે કુલ ૧૦૯૦ રૂપીયા દંડ કરાશે.

ઉપરાંત ટોઇંગ કરેલા વાહનો ૨૪ કલાક બાદ બીજા દિવસે છોડવામાં આવશે તો ઉપરોકત ચાર્જ ઉપરાંત વધારાનો પેન્લટી ચાર્જ રૂ.૫૦ દૈનિક લેખે વસુલ કરવામાં આવશે.
પોલીસે જણાવ્યુ કે, લોકોએ તેમના વાહનો નો-પાર્કીંગ વિસ્તારમાં કે બસ સ્ટોપ પર કે રોડના ખુણા પર અથવા ટ્રાફિકના પ્રવાહમાં અડચણરૂપ બને તે રીતે પાર્ક ન કરવા. કોઇ પણ સ્થળે ડબલ પાર્કીંગ કરવું તે ગુનો બને છે. પાર્કીંગ વિસ્તારમાં પણ ડબલ પાર્કીંગ કરેલા વાહનો ટોઇંગ કરવામાં આવશે જેની નોંધ લેવી તેમ પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.
First published: May 29, 2019, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading