Home /News /kutchh-saurastra /

દિવાળીને લઈને જૂનાગઢ પોલીસે બજારોમાં કર્યું પેટ્રોલીંગ, કેવી છે પાર્કિંગ વ્યવસ્થા?

દિવાળીને લઈને જૂનાગઢ પોલીસે બજારોમાં કર્યું પેટ્રોલીંગ, કેવી છે પાર્કિંગ વ્યવસ્થા?

Junagadh

Junagadh police patrolled

જન સુરક્ષા જળવાય રહે અને લોકો આનંદ ઉલ્લાસથી દિવાળીના તહેવારોની ખરીદી કરી શકે, તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢની બજારોમાં પેટ્રોલીગ

    જૂનાગઢઃ દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો (Diwali Festival 2021) બાકી રહ્યાં છે, ત્યારે જૂનાગઢ શહેરની બજારોમાં લોકોની અવરજવર વધતાં ભારે ભીડ (Crowd) જોવા મળી રહી છે. જે અન્વયે જન સુરક્ષા (Human Safety) જળવાય રહે અને લોકો આનંદ ઉલ્લાસથી દિવાળીના તહેવારો (Diwali) મનાવી શકે, તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢની બજારોમાં પેટ્રોલીંગ (Police Patrolling) કરવામાં આવ્યું. જે દરમિયાન જિલ્લા પોલીસ વડા (SP Junagadh) અને ડીવાયએસપી સહિતના પોલીસકર્મીઓએ પેટ્રોલીંગ કરીને જાત નિરીક્ષણ કર્યું હતું.

    આજરોજ તા.29મી ઓક્ટોબર ના રોજ જૂનાગઢ શહેરમાં દિવાળીના તહેવારોને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા મુખ્ય બજારોમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યું. જે દરમિયાન મુખ્ય બજારો પૈકીના વિસ્તારો જેવાકે; આઝાદ ચોક, માંગનાથ રોડ જેવી બજારોમાં જૂનાગઢ પોલીસ દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું. જે દરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમશેટ્ટી સાહેબ દ્વારા બુલેટ પર ફરીને પેટ્રોલીંગ કરવામાં આવ્યું. જ્યારે ડીવાયએસપી જાડેજા સાહેબ સહિતના પોલીસકર્મીઓએ ફૂટ પેટ્રોલીંગ કરીને જૂનાગઢની બજારોની રૂબરૂ મુલાકાત કરી હતી.

    જે દરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી સાહેબ દ્વારા માંગનાથ રોડ તેમજ મુખ્ય બજારના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કર્યું હતું. વેપારી મંડળના સંયુક્ત ઉપક્રમે લગાવવામાં આવેલા આ કેમેરાથી અગાઉ પણ અનેક ગુન્હાઓ ઉકેલાયા છે, ત્યારે જિલ્લા પોલીસ વડાએ વેપારી મંડળની આ કામગીરીને બિરદાવી હતી. બજારમાં માસ્ક વિના જોવા મળેલાં વેપારીઓ અને ગ્રાહકોને પોલીસકર્મીઓએ માસ્ક પહેરવા સૂચનાઓ આપી હતી.

    દિવાળીના તહેવારોમાં જૂનાગઢની બજારમાં ભારે ભીડ જામે છે, ત્યારે ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તેવા હેતુથી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ મુખ્ય બજાર તરફ જતા રસ્તાઓ ઉપર બેરીકેટ અને ટીઆરપી જવાનો તૈનાત કરીને વાહનો બજારમાં જતા રોકવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ખરીદી માટે આવેલા લોકોનું વાહન સલામત રહે તે માટે ગર્લ્સ હાઈસ્કૂલ અને એ.જી.સ્કૂલ સહિતના સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા કરીને પાર્કિંગનું જાત નિરીક્ષણ કર્યું હતું.
    First published:

    Tags: Junagadh police, SP Junagadh

    આગામી સમાચાર