જૂનાગઢ : માથાભારે 'અંતુડી' અને 'સનેડો' 16 હથિયારો સાથે ઝડપાયા, 12 દેશી તમંચાનું શું કરવાના હતો?

જૂનાગઢ : માથાભારે 'અંતુડી' અને 'સનેડો' 16 હથિયારો સાથે ઝડપાયા, 12 દેશી તમંચાનું શું કરવાના હતો?
અંતુડી અને સનેડો શું કારનામાં હતા

જૂનાગઢ પંથકમાં ખૂન, ખૂનની કોશિષ સહિતના ગુન્હાનામાં ઝડપાયેલો અંતુડી અને તેનો સાગરીત હથિયારો સાથે ઝબ્બે

 • Share this:
  અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢ પંથકમાં આતંક મચાવનાર માથાભારે રહીમ ઉર્ફે અંતુડી આજે ગેરકાયદેસર હગથિયારો સાથે ઝડપાયો છે. અંતુડી તેના સાગરિત સાથે 12 તમંચા, 3 પિસ્તોલ, 1 રિવોલ્વર અને 15 કાર્ટીસ સાથે ઝડપાયો હતો. તે માણાવદર શહેરના હડમતાળી હનુમાનજી મંદિર તરફ જતા રસ્તે આવેલા પૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ શખ્સ અંતુડી અને તેનો સાગરિત સનેડો બંને માથાભારે સખ્સોની છાપ ધરાવે છે અને આટલી મોટી માત્રામાં હથિયારોના જથ્થા સાથે તેઓ ક્યા કારનામા પાર પાડવાના હતા તેની પણ ચર્ચા છે પરંતુ જૂનાગઢ એસઓજી અને માણવાદર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે.

  બનાવની વિગતો એવી છે કે આજે જૂનાગઢ એસઓજી અને માણવાદર પોલીસને બાતમી મળી હતી કે માણાવદરના લક્ષ્મીનગરમાં રહેતો અને અગાઉ ખૂન, ખૂનની કોશિષ, મારામારી અને હથિારોના ગુનામાં સંડોવાયેલો રહીમ ઉર્ફે અંતુ઼ી ઉરક્ફે ચક્કી જુસબ હીંગરોજા તેના સાગરીત ઇબ્રાહીમ ઉર્ફે સનેડો અને શરીર સંબંધી ગુનો કરવાના ઇરાદે નીકળ્યા છે.   આ પણ વાંચો : સુરત : 11 દિવસનું બાળક કોરોનાની ઝપટમાં, રેમડેસિવીર માટે પરિવાર મારી રહ્યું છે વલખા

  આ બાતમીના આધારે આ બંને માણવદર હડમતાળી હનુમાનજી મંદિર તરફ જતા આવેલા રસ્તાના પૂલ પાસે ઊભા હતા. પોલીસે તેની અંગ જડતી કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટના તમંચા નંગ 12, 3 પિસ્તોલ અને એક બંદૂક અને કાર્ટીસ સાથે ઝડપાઈ ગયો હતો.

  આ પણ વાંચો : વલસાડ : આડા સંબંધોમાં અંધ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, મર્ડરને આપઘાતમાં ખપાવા ઘડ્યો હતો માસ્ટર પ્લાન

  આ મામલે પોલીસે તેની અને સનેડાની સામે માણવદર પોલીસ સ્ટેશનમાં હથિયારધારાનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે પોલીસને મંઝૂવતો પ્રશ્ન એ છે કે અંતુડી અને સનેડો 121 તમંચા, 3 રિવોલ્વર, અને પિસ્તલ સાથે ક્યાં જઈ રહ્યા હતા અને કોને ડિલિવરી આપવાની હતી. શું જૂનાગઢ પંથકમાં થવાની હતી કોઈ અનહોની જોકે આ તમામ સવાલોનાં જવાબો હવે આગામી સમયમાં જ મળશે.
  Published by:Jay Mishra
  First published:April 12, 2021, 22:50 pm

  ટૉપ ન્યૂઝ