Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: વણઝારી ચોક નજીક વિશાળ વૃક્ષ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં! જુઓ Video

જૂનાગઢ: વણઝારી ચોક નજીક વિશાળ વૃક્ષ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં! જુઓ Video

જૂનાગઢ:વણઝારી

જૂનાગઢ:વણઝારી ચોક નજીક વિશાળ વૃક્ષ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં! જુઓ વિડીયો..

Junagadh News : જૂનાગઢ શહેરના વણઝારી ચોક નજીક આવેલ દરગાહ વાળી ગલીમાં ગત રવિવારે બપોરના સમયમાં એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું.સદ્દ નસીબે કોઈ જાનહાની નહીં

    જૂનાગઢ (Jungadh)  શહેરમાં અનેક એવી જર્જરિત ઇમારતો આવેલી છે, જે રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે મોત બનીને ઝળૂંબી રહી છે! સંપૂર્ણપણે જૂનાગઢ મહાનગરપાલિકાની જાણમાં હોવા છતાં જાણે જૂનાગઢનું કોર્પોરેશન તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું હોય તેવું વર્તન દાખવી રહી હોવાના આક્ષેપો થયા છે.  તા.1લી ઓગસ્ટના રોજ વણઝારી ચોક (Vanzari Chowk) પાસે આવેલ દરગાહ વાળી ગલીમાં એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી (Tree Fallen)  થયું હતું.વણઝારી ચોક પાસે આવેલ આ ગલી તળાવ દરવાજા રોડ સાથે જોડાયેલી છે, શહેરનો મુખ્ય એરિયો હોવાથી અહીંથી વાહનો અને રાહદારીઓની અવરજવર પણ વધુ રહેતી હોય છે, ત્યારે આ વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતાં આ મુખ્ય માર્ગ બંધ થયો હતો.

    વણઝારી ચોક પાસે આવેલ દરગાહ વાળી ગલીમાં ગઇકાલે તા.1લી ઓગસ્ટને રવિવારના રોજ બપોરે 3.30 વાગ્યાની આજુબાજુ એક વિશાળકાય પીપરનું વૃક્ષ જમીનદોસ્ત થયું. સદ્દભાગ્યે રવિવાર અને મધ્યાહનનો સમય હોવાથી કોઈ રાહદારીઓ કે વાહનચાલકો પસાર થઈ રહ્યા ન્હોતા, જેથી કોઈ મોટી જાનહાની થઈ ન્હોતી.

    આ વિશે સ્થાનિક લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, આ જગ્યા 75 વર્ષ કરતાં પણ વધુ જૂની છે. જ્યાં ઉભેલું વિશાળકાય પીપરનું વૃક્ષ એકાએક ધરાશાયી થતાં સ્થાનિક લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ વૃક્ષ તાઉ-તે વાવાઝોડાના સમયથી મૂળમાંથી હલી ગયું હતું, જેને કારણે તે કોઈપણ સમયે મોટી દુર્ઘટના કરી શકે તેમ હતું. આ બાબતે અનેક વખત કોર્પોરેશન ને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન્હોતા.

    અંતે ગઇકાલે રવિવારના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે આ વિશાળકાય પીપરનું વૃક્ષ એકાએક ધરાશાયી થયું હતું. જેના કારણે સામે ખાલી પડેલ પ્લોટની દીવાલમા પણ ભંગાણ થયું હતું અને વૃક્ષ જે મકાનમાં હતું, તેની દીવાલ પણ ધરાશાયી થઈ હતી. ત્યાંથી કોઈ રાહદારી કે વાહન પસાર થઈ રહ્યું ન હોવાથી સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ વૃક્ષ પડતાંની સાથેજ વીજ વ્યવહાર પણ ખોરવાયો હતો.
    First published:

    Tags: Junagadh news, Junagadh video, Tree falllen in Junagadh, ગુજરાતી ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन