Home /News /kutchh-saurastra /જૂનાગઢ : યુવાન પર જીવલેણ હુમલો, દોડાવી-દોડાવી માર્યા છરીના ઘા, લોહીયાળ મારામારીનો Live Video

જૂનાગઢ : યુવાન પર જીવલેણ હુમલો, દોડાવી-દોડાવી માર્યા છરીના ઘા, લોહીયાળ મારામારીનો Live Video

જુનાગઢમાં જીવલેણ હુમલો

યુવાન પર બે લોકો તૂટી પડે છે, અને ઉપરા-છાપરી છરીના ઘા મારી લોહીલુહાણ કરી દે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

અતુલ વ્યાસ, જુનાગઢ :  શહેરના ઝાંઝરડા રોડ પર બાબા કોમ્પલેક્ષ પાસે એક યુવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. જેમાં યુવાનના શરીર પર જાહેરમાં છરીથી ઘા કરી હુમલાખોરો ફરાર થઈ જાય છે. જોકે, પોલીસને આ મામલે નજીકમાં રહેતા સીસીટીવીના ફૂટેજ (CCTV Video) મળતા આરોપીઓને શોધવામાં સફળતા મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે જૂનાગઢ (Junagadh) શહેરના ઝાંઝરડા રોડ ઉપર બાબા કોમ્પલેક્ષ પાસે ફરિયાદી ફારૂકભાઈ હસનભાઈ ઘોઘારી યુવી. 50 રહે. સરદાર બાગ, ગરીબ નવાઝ સોસાયટી, જૂનાગઢની રસની લારી ઉપર તેઓ સાથે અગાઉના મન દુઃખના કારણે ઝઘડો કર્યો હતો, આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ અને એક સગીર દ્વારા છરી વડે હુમલો કરી, છાતી, માથામાં તથા બંને પગમાં ગંભીર ઈજાઓ કરવામાં આવતા, ખૂનની કોશિશનો ગુન્હો નોંધી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.બી. સોલંકી તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોરાજકોટમાં મંગળવાર બન્યો 'અમંગળ: યુવાન 50 મીટર ઢસડાયો, કમકમાટીભર્યા મોતનો Live Video

આ મામલે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમો દ્વારા સગીર આરોપીને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય કુખ્યાત આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ પોતાની પાસેની હીરો હોંડા સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇને નીકળેલ હોઈ, સીસીટીવી ફૂટેજ ચેક કરતા, રાજકોટ તરફ ગાયેલાનું જણાઈ આવેલ હતું. ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચ.આઈ.ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના હે.કો. વી.કે.ચાવડા, પો.કો. સાહિલભાઈ, સહિતનીની ટીમ દ્વારા આરોપીનું પગેરું દબાવતા, તેમજ સીસીટીવી કેમેરાના સર્વેલન્સ મારફતે પીએસઆઇ પી.એચ.મશરૂની ટીમને માહિતી મળેલ કે, આગલી રાતે આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ પોતાના મોટર સાયકલ લઈને પરત જૂનાગઢ આવેલ છે.આ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમની ટીમ દ્વારા વહેલી સવારે ચિતાખાના ચોક, જીવાશા ચકલા પાસેથી ગણતરીના દિવસમાં આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ હાલા જાતે ગામેતી ઉવ. 21 રહે. મૅમણ કોલોની, સરદાર બાગ, જૂનાગઢ ને પકડી પાડી, ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોરાજકોટ: અકસ્માતમાં દંપતી ખંડિત , પતિની નજર સામે પત્નીનું કમકમાટી ભર્યું મોત, ટ્રકનું વ્હીલ મહિલા પર ફરી વળ્યું

પકડાયેલ આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ હાલાની પૂછપરછમાં પોતાને ફરિયાદીના દીકરા સાથે રેકડી બાબતે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ તે બાબતે અવાર નવાર બોલાચાલી કરતો હોય, જેથી પોતે પોતાના સગીર મિત્ર સાથે મળી, મારામારી કરી લીધેલાની કબૂલાત પણ કરવામાં આવી છે. આ મામલે પોલીસે આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ હાલાની ધરપકડ કરી, સઘન પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.
First published:

Tags: CCTV Video, Junagadh news, Junagadh police, હુમલો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો