Home /News /kutchh-saurastra /જૂનાગઢ : હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત કરનાર બહાઉદ્દીન કૉલેજ પાસે 'ગંદકીનું રાજ,' વિદ્યાર્થીઓના હાલ બેહાલ

જૂનાગઢ : હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત કરનાર બહાઉદ્દીન કૉલેજ પાસે 'ગંદકીનું રાજ,' વિદ્યાર્થીઓના હાલ બેહાલ

X
જૂનાગઢ:બહાઉદ્દીન

જૂનાગઢ:બહાઉદ્દીન કોલેજ અને વિવેકાનંદ સ્કૂલ ગંદકીના ઘેરામાં! ABVP દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી

Junagadh News : રાજ્ય સરકારે તાજેતરમાં જ જે બહાઉદ્દીન કોલેજને હેરિટેજનો દરજ્જો આપ્યો છે તે અને સ્વામી વિવેકાનંદ સ્કૂલના પરિસરમાં ગંદકીનું સામ્રાજ્ય, ABVPએ આપી છે આંદોલનની ચીમકી, શું સાશકોના પેટનું પાણી હલશે?

જૂનાગઢ (Junagadh)  શહેર અને સમગ્ર સૌરાષ્ટ્ર (Saurashtra)  પંથક માટે ગર્વની બાબત એ છે કે, તાજેતરમાં આપણા જૂનાગઢની ધરોહર અને અનેક પ્રકારની રચનાત્મક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિથી ધબકતા આપણા બહાઉદ્દીન કોલેજ (Bahauddin Collage) કેમ્પસને રાજ્ય સરકારે હેરિટેજ  (Heritage) નો દરજ્જો આપી કેમ્પસનું સમારકામ કરી તેને વધુ શોભાયમાન બનાવવાનો નિર્ણય કર્યો છે, પરંતુ એનાથી પણ શર્મનાક બાબત એ છે કે, આ ઐતિહાસિક કોલેજ અને વિવેકાનંદ સ્કૂલ કેમ્પસની (Vivekanand)  નજીકમાં જ જૂનાગઢ મહાનગર પાલિકા કચરો એકત્રિત કરવાનું કાર્ય કરે છે. વિદ્યાની દેવી માતા સરસ્વતીના ધામ પાસે જ કચરો ઠાલવતા મહાનગરપાલિકાના નેતાઓ અને અધિકારીઓની માનસિકતા કેટલી ઉતરતી અને સંકુચિત હશે તે જનતાને સ્પષ્ટ દેખાઈ આવે છે!

કચરાનું એકત્રીકરણ કરવા માટેના આ સેન્ટરના કારણે સમગ્ર કોલેજ કેમ્પસમાં સતત કચરાની દુર્ગંધ આવે છે. આવી દુર્ગંધનાં કારણે વિદ્યાર્થીઓ ક્લાસ રૂમ અને લાઈબ્રેરીમાં બેસી પણ નથી શકતા. આ કચરાની સાઈટ પર મરેલા ઢોર તથા કતલખાનાનો કચરો લાંબા સમય સુધી પડ્યો રહે છે, મરેલા ઢોરના સડેલા મૃતદેહની અસહ્ય ગંધ સમગ્ર કેમ્પસમાં ફેલાય છે. આ સાઈટ પર મેડીકલ કચરો પણ એમનો એમ પડ્યો રહે છે. આના કારણે વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને કોલેજના સ્ટાફ ક્વાટર્સમાં રહેતા કર્મચારીઓને મ્યુકરમાઈક્રોસીસ તથા અનેક પ્રકારના ગંદકીજન્ય રોગ થવાનો ભય છે. કેમ્પસની બાજુમાં આ સાઈટના કારણે ઘણા વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફ ક્વાટર્સના રહેવાસીઓ વારંવાર રોગ-બીમારીનાં શિકાર બની રહ્યા છે.

ઉપરાંત જુનાગઢની નામાંકિત સ્વામી વિવેકાનંદ સ્કૂલના મેદાનમાં પણ હમણાથી મહાનગરપાલિકાએ બાંધકામનો કચરો ફેંકવાનું શરુ કર્યું છે, અગાઉ પણ ચાર વર્ષ પહેલા ABVP એ બહાઉદ્દીન કેમ્પસ પાસે ચાલતી ડમ્પિંગ સાઈટ હટાવા ઉગ્ર આંદોલન પાલિકા સામે કર્યું હતું, ઉગ્ર આંદોલનના પગલે પાલિકાએ નમતું ઝુકાવી સાઈટ બંધ કરી હતી, પરંતુ થોડા સમય પછી JMC એ ફરીથી એ જ સ્થાન પર ડમ્પિંગ સાઈટ શરુ કરી દીધી. ઉપરાંત વિવેકાનંદ સ્કૂલમાં પણ કચરો એકત્રિત કરવાનું કાર્ય શરુ કરી દીધું છે.

મહાનગરપાલિકા શૈક્ષણિક પરિસરોને કચરાનું ડમ્પિંગ સાઈટ બનાવી રહ્યું છે, તે ABVP સહન નહિ કરે. વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખતા ABVP એ મ્યુનિસિપલ કમિશનર, મેયર અને કલેકટરને માંગ કરી છે કે, એક સપ્તાહની અંદર બહાઉદ્દીન અને વિવેકાનંદ કેમ્પસ પાસેથી ડમ્પિંગ સાઈટ હટાવી લે અને કચરાની કોઈપણ પ્રકારની પ્રક્રિયા/સાઈટ ફરીથી શૈક્ષણિક પરિસર પાસે શર ન કરે, જો એક સપ્તાહની અંદર આ બાબતે કોઈ નિર્ણય નહિ લેવાય તો ABVP મહાનગર પાલિકાનો ઘેરાવ કરશે અને કોર્ટમાં પાલિકા સામે કાયદેસરની કાર્યવાહી કરશે જેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાના નેતાઓ અને અધિકારીઓની રહેશે, તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
First published:

Tags: Bahauddin Collage, Garbage Dump, Garbage issue, Gujarati news, Junagadh news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો